IND Vs PAK : BCCI એ ભારત-પાક મેચની 14000 ટિકિટો બહાર પાડી, જાણો કેવી રીતે ખરીદી શકશો

ચાહકો આજે બપોરે 12 વાગ્યાથી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની ટિકિટ ખરીદી શકે છે

October 8, 2023

World Cup 2023 માં IND Vs PAK ની મેચ 14 ઓક્ટોબરે યોજાવા જઈ રહી છે. ચાહકો આ મેચને લઈને ખુબ જ ઉત્સાહિત છે. ત્યારે આ વચ્ચે ભારત પાકિસ્તાનની મેચને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. BCCI ભારત-પાકિસ્તાન મેચ માટે 14 હજાર ટિકિટો બહાર પાડવાનો નિર્ણય લીધો છે. જે આજે બપોરે 12 વાગ્યાથી વર્લ્ડ કપની સત્તાવાર વેબસાઈટ પર જઈને ખરીદી શકાશે.

BCCI દ્વારા મેચ માટે 14,000 ટિકિટો જાહેર કરાઈ

વિશ્વ કપ 2023માં ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચેની મેચની દરેક વ્યક્તિ રાહ જોઈ રહ્યા છે. બંને ટીમો 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium, Ahmedabad) ટકરાશે.ભારતમાં બંને ટીમો વચ્ચે લગભગ 11 વર્ષ બાદ વનડે મેચ રમાશે. ભારત – પાકિસ્તાન વચ્ચેનો આ રોમાંચક મુકાબલો જોવા માટે ચાહકો ખુબ જ ઉત્સાહિત છે. આ મેચની ટિકિટોની માંગ ઘણી વધારે છે. આ દરમિયાન ચાહકો માટે એક સારા સમાચાર છે. BCCI વધુ 14 હજાર ટિકિટો જાહેર કરી છે.

ક્યારે અને કેવી રીતે ટિકિટ બુક કરાવી શકો છો?

ચાહકો 8મી ઓક્ટોબરે એટલે કે આજે બપોરે 12 વાગ્યાથી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની ટિકિટ ખરીદી શકે છે. તેને વર્લ્ડ કપની સત્તાવાર વેબસાઇટ https://tickets.cricketworldcup.com પરથી ખરીદી શકાશે.

સ્ટેડિયમ રહેશે હાઉસફુલ

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. તે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ પણ છે. તેની ક્ષમતા લગભગ 1 લાખ 32 હજાર છે. ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું હોવાની અપેક્ષા છે. ભારત-પાક મેચના દિવસ માટે અત્યારથી જ અમદાવાદની હોટલો હાઉસફુલ થઈ ગઈ છે. ઘણા લોકોએ તો હોસ્પિટલની પથારીઓ બુક કરાવી છે.

Read More

Trending Video