Bharat Jodo Nyay Yatra Gujarat : ગુજરાતમાં કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી (Aam Admi Party)નું ગઠબંધન થયું છે અને આમ આદમી પાર્ટીને 2 સીટ આપવામાં આવી છે. ત્યારે ભરૂચ (Bharuch)માં યુવા નેતા અને લોકસભાના AAP ના ઉમેદવાર ચૈતર વસાવાનો જોરશોરથી ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. અને અત્યારે રાહુલ ગાંધી (Rahul Gandhi)ની ભારત જોડો ન્યાય યાત્રા (Bharat Jodo Nyay Yatra Gujarat) પણ ગુજરાતમાં છે. અને હાલ ભારત જોડો ન્યાય યાત્રા ભરૂચ પહોંચી છે.
ભરૂચથી લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા ઉમેદવાર છે અને ભરૂચમાં ભારત જોડો ન્યાય યાત્રાના સ્વાગત બેનર્સ લગાવવામાં આવ્યા છે. આ વચ્ચે બેનર્સમાં ચૈતર વસાવા, રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલના એટલે કે કોંગ્રેસ અને AAP ના ગઠબંધનના બેનર્સ લગાવવામાં આવ્યા છે. આ બેનરમાં “એક મોકો કેજરીવાલને અને એક જ ચાલે ચૈતરભાઈ ચાલે”ના સ્લોગન લખવામાં આવ્યા છે. આ પોસ્ટર પણ અત્યારે સૌનું ધ્યાન ખેંચી રહ્યું છે. ત્યારે જોવાનું રહ્યું કે આ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ – AAP નું ગઠબંધન કેટલે અંશે સફળ નીવડે છે.