October bank holiday : RBI દ્વારા ઓક્ટોબર મહિનાની રજાઓની યાદી બહાર પાડવામા આવી છે. આ મહિનાની શરૂઆત જ રજાઓ સાથે થઈ રહી છે. 1 ઓક્ટોબર રવિવાર હોવાના કારણે દેશભરની બેંકો બંધ રહેશે. આ સિવાય 8, 15, 22 અને 29 ઓક્ટોબરે રવિવારના કારણે બેંકો પણ બંધ રહેશે.
ઓક્ટોબરમાં 16 દિવસ બેંકો બંધ રહેશે
આવતીકાલથી ઓક્ટોબર મહિનો શરૂ થશે. ત્યારે RBI દ્વારા બહાર પાડવામાં આવેલી રજાઓની યાદી સામે આવી છે જેમાં જણાવ્યા મુજબ ઓક્ટોબર મહિનામાં 31 દિવસમાંથી 16 દિવસ બેંકો બંધ રહેશે. આ 16 દિવસોમાં શનિવાર અને રવિવારની રજાઓ પણ સામેલ છે. આ સિવાય અલગ-અલગ રાજ્યોમાં વિવિધ તહેવારોને કારણે બેંકો બંધ રહેશે.
આ દિવસે બેંકો રહેશે બંધ
- 1 ઓક્ટોબર : રવિવાર હોવાને કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે
- 2 ઓક્ટોબર: ગાંધી જયંતિની દેશભરમાં રજા રહેશે
- 8 ઓક્ટોબર : રવિવાર હોવાને કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે
- 14 ઓક્ટોબર : મહિનીના બીજા શનિવાર નિમિત્તે સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે
- 15 ઓક્ટોબર : રવિવાર હોવાને કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે
- 18 ઓક્ટોબર : કટી બિહુના કારણે આસામમાં બેંકો બંધ રહેશે
- 21 ઓક્ટોબર: શનિવાર, દુર્ગા પૂજા (મહા સપ્તમી) ત્રિપુરા, આસામ, મણિપુર અને બંગાળમાં બેંક બંધ રહેશે
- 22 ઓક્ટોબર: રવિવાર હોવાને કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે
- 23 ઓક્ટોબર :- દશેરા (મહાનવમી) / આયુધા પૂજા / દુર્ગા પૂજા / વિજય દશમી ત્રિપુરા, કર્ણાટક, ઓરિસ્સા, તમિલનાડુ, આસામ, આંધ્રપ્રદેશ, કાનપુર, કેરળ, ઝારખંડ, બિહારમાં બેંક બંધ રહેશે
- 24 ઓક્ટોબર : દશેરા (વિજયાદશમી)/દુર્ગા પૂજાને કારણે આંધ્ર પ્રદેશ, મણિપુર સિવાયના તમામ રાજ્યોમાં બેંકો બંધ રહેશે
- 25 ઓક્ટોબર : દુર્ગા પૂજા (દસૈન) નિમિત્તે સિક્કિમમાં બેંક બંધ રહેશે
- 26 ઓક્ટોબર : દુર્ગા પૂજા (દસૈન)/ Accession Day નિમિત્તે સિક્કિમ, જમ્મુ અને કાશ્મીરમાં બેંકો બંધ રહેશે
- 27 ઓક્ટોબર: દુર્ગા પૂજા (દસૈન) નિમિત્તે સિક્કિમમાં બેંક બંધ રહેશે
- 28 ઓક્ટોબર : ચોથો શનિવાર, લક્ષ્મી પૂજા નિમિત્તે બંગાળમાં બેંક બંધ રહેશે
- 29 ઓક્ટોબર : રવિવારને કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે
- 31 ઓક્ટોબર: સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મજયંતિ હોવાથી ગુજરાતમાં બેંક બંધ રહેશે.