Bangladeshi Hindus : બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હિંસાના પડઘા ગુજરાતમાં પડ્યા, અમદાવાદમાં “હિન્દૂ હિત રક્ષા સમિતિ દ્વારા વિરોધ કાર્યક્રમ યોજાયો

December 4, 2024

Bangladeshi Hindus : બાંગ્લાદેશમાં જ્યારથી સત્તા પરિવર્તન થયું અને શેખ હસીનાને વડાપ્રધાન પદ પરથી કાઢવામાં આવ્યા અને જેના કારણે હવે ત્યાં ખુબ ખરાબ હાલત છે. જેના કારણે હવે ત્યાં સૌથી વધારે ખરાબ હાલત હિન્દુઓની છે. હિન્દુઓને ખુબ જ હેરાન કરવામાં આવી રહ્યા છે. ઇસ્કોનના સંતોની હાલત પણ ત્યાં ખુબ ખરાબ છે. ચિન્મય સ્વામીની ધરપકડ કરવામાં આવી છે, સાથે જ ચિન્મય સ્વામીના વકીલ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેના પડઘા હવે ગુજરાતમાં પણ પડી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી થઇ રહેલા ઇસ્કોન અને હિંદુઓ પરના હુમલાઓ પર હવે અમદવાદમાં પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને બાંગ્લાદેશમાં વસતા હિંદુઓને બચાવવા લોકો આગળ આવી રહ્યા છે. સાથે જ ઇસ્કોન દ્વારા પણ આ જ પહેલા કરવામાં આવી છે. “હિન્દૂ હિત રક્ષા સમિતિ, અમદાવાદ” દ્વારા કેટલાક સ્થળો પર ધરણા અને વિરોધ પ્રદશનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હાથમાં SAVE HINDU IN BANGLADESH અને SAVE HINDU જેવા પ્લેકાર્ડ લઈને અમદાવાદમાં દેખાવ પણ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોArvind Kejriwal : અરવિંદ કેજરીવાલે હવે લોકસભામાં અદાણીનો મુદ્દો ઉઠાવ્યો, દિલ્હીમાં મળતી વીજળીને લઈને પણ કરાયો ખુલાસો

Read More

Trending Video