India vs Bangladesh : બાંગ્લાદેશે ટૉસ જીતી બેટિંગ પસંદ કરી, ભારતીય ટીમમાં કોઈ ફેરફાર નહી

બાંગ્લાદેશનના નિયમિત કપ્તાન શાકિબ અલ હસનના સ્થાને નજમુલ હસન શંટોએ કપ્તાની સંભાળી

October 19, 2023

ICC World Cup 2023 : ક્રિકેટ વર્લ્ડ કપમાં આજે ભારતની બાંગ્લાદેશ વચ્ચે પુણેના MCA સ્ટેડિયમમાં છે. ભારતીય ટીમ આ મેચ જીતીને એશિયા કપમાં પોતાની હારનો બદલો લેવાનો પ્રયાસ કરશે. વર્લ્ડ કપ 2023ની 17મી મેચ છે. બાંગ્લાદેશે ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્મણ કર્યો હતો.

બાંગ્લાદેશનના નિયમિત કપ્તાન શાકિબ અલ હસનના સ્થાને નજમુલ હસન શંટોએ કપ્તાની સંભાળી છે જ્યારે ભારતની ટીમમાં કોઈ ફેરફાર નથી. ગત મેચમાં પાકિસ્તાન સામે જે ટીમ હતી એ ટીમ જ આજે બાંગ્લાદેશ સામે રમવાની છે.

ભારતીય ટીમની ICC ક્રિકેટ વર્લ્ડકપમાં શરૂઆત સારી રહી છે, ભારતે ગત 14મી ઓક્ટોબરે પાકિસ્તાન સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શાનદાર જીત મેળવી હતી. સૌથી પહેલા ઓસ્ટ્રેલિયા પછી અફઘાનિસ્તાન અને પાકિસ્તાન બાદ હવે ભારતની નજર આ મેચ જીતવા પર હશે.

ICC World Cup 2023 INDvsBAN Match
ICC World Cup 2023 INDvsBAN Match

પીચ રિપોર્ટ

Maharashtra Cricket Association Stadium ની આ પિચ બેટ્સમેનો માટે ઘણી હેલ્પફુલ રહેશે. જોકે મે શરૂઆતમાં ફાસ્ટ બોલરોને પીચ ફાયદો કરાવે તેવી શક્યતાઓ પણ નિષ્ણાંતોએ વ્યક્ત કરી છે પણ બોલરોને અહીં બહુ ઓછી તક મળશે. સાથે જ સ્પિન બોલરોને થોડી મદદ મળી શકે છે.

ભારતની પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા (C), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

બાંગ્લાદેશની પ્લેઈંગ 11

લિટન દાસ, તંજીદ હસન, નઝમુલ હુસૈન શાંતો (C), મેહદી હસન મિરાજ, મુશફિકુર રહીમ (વિકેટકીપર), તૌહીદ હ્રિદોય, મહમુદુલ્લાહ, નસુમ અહેમદ, હસન મહમૂદ, મુસ્તફિઝુર રહેમાન, શોરીફુલ ઈસ્લામ.

Read More

Trending Video