Bangladesh Violence: બાંગ્લાદેશમાં ફરી હિંસા ફાટી નીકળી,100 લોકોના મોત,ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી જારી

August 5, 2024

Bangladesh Violence: બાંગ્લાદેશ (Bangladesh) ફરી એકવાર હિંસાની (Violence) આગમાં સળગી રહ્યું છે. બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓ માટે ક્વોટા સિસ્ટમ નાબૂદ કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓ (student) લાંબા સમયથી વિરોધ પ્રદર્શન (protest) કરી રહ્યા છે. રવિવારે વડા પ્રધાન શેખ હસીનાના (Sheikh Hasina) રાજીનામાની માંગણી સાથે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ભીષણ ઘર્ષણ થયું હતું. આ અથડામણમાં 14 પોલીસકર્મીઓ સહિત લગભગ 100 લોકો માર્યા ગયા અને સેંકડો લોકો ઘાયલ થયા. સ્થિતિને જોતા ભારત સરકારે (Government of India) તેના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે.

બાંગ્લાદેશ ફરી હિંસાની આગમાં સળગ્યું

બાંગ્લાદેશમાં હિંસા ફાટી નીકળ્યા પછી, મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી અને સમગ્ર દેશમાં અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. આ દરમિયાન પીએમ શેખ હસીનાએ કહ્યું કે જે લોકો વિરોધના નામે બાંગ્લાદેશમાં તોડફોડ કરી રહ્યા છે તેઓ વિદ્યાર્થીઓ નહીં પરંતુ આતંકવાદી છે અને લોકોને આવા લોકો સાથે કડકાઈથી વ્યવહાર કરવા જણાવ્યું છે. હિંસાની તાજેતરની ઘટનાને ધ્યાનમાં રાખીને, ભારતીય વિદેશ મંત્રાલયે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે.

ભારત સરકારે એડવાઈઝરી જારી કરી

ભારતે એક એડવાઈઝરી જારી કરીને તેના નાગરિકોને આગામી આદેશો સુધી બાંગ્લાદેશની યાત્રા ન કરવા જણાવ્યું છે. MEA એડવાઈઝરી અનુસાર, બાંગ્લાદેશમાં હાજર તમામ ભારતીય નાગરિકોને અત્યંત સાવધાની રાખવા, તેમની હિલચાલ મર્યાદિત રાખવા અને ઢાકામાં ભારતીય હાઈ કમિશન સાથે હંમેશા સંપર્કમાં રહેવા સૂચના આપવામાં આવી છે. એમ્બેસીએ ઈમરજન્સી નંબર પણ જાહેર કર્યા છે અને કહ્યું છે કે ઈમરજન્સીના કિસ્સામાં +8801958383679, +8801958383679, +88 01937400591 પર સંપર્ક કરો.

300થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ

બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓ સરકારી નોકરીઓ માટે ક્વોટા સિસ્ટમ નાબૂદ કરવાની માંગ સાથે લાંબા સમયથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. રવિવારે વિદ્યાર્થીઓના વિરોધે હિંસક વળાંક લીધો હતો. દેશભરમાં હિંસક અથડામણમાં 14 પોલીસકર્મીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે, જેમાંથી 13 સિરાજગંજના ઇનાયતપુર પોલીસ સ્ટેશનના હતા. આ સિવાય 300થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.

આ પણ વાંચો : આ બદનામ કરવાનું ષડયંત્ર, Loksabha Electionના પરિણામ પર ઉઠ્યા સવાલ તો EC આકરાપાણીએ

Read More

Trending Video