Bangladesh Violence Against Hindu: PM Modi એ લાલ કિલ્લા પરથી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા હુમલા અંગે આપ્યું નિવેદન , જાણો શું કહ્યું ?

August 15, 2024

Bangladesh Violence Against Hindu: ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિંસા (Bangladesh Violence) ચાલુ છે. ત્યાંથી દરરોજ હિન્દુઓ (Hindus) પર અત્યાચારના સમાચાર આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ( PM Modi) આજે 78મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા (Red Fort) પરથી દેશને સંભોધન કરતા આ મુદ્દે વાત કરી હતી. પીએમ મોદીએ આશા વ્યક્ત કરી હતી કે, બાંગ્લાદેશમાં સ્થિતિ ટૂંક સમયમાં સારી થઈ જશે અને ત્યાંના હિંદુ અને અન્ય લઘુમતી સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે.

પીએમ મોદી હિંદુઓ પર થતા હુમલા અંગે વ્યક્ત કરી ચિંતા

સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી પોતાના સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે, એક પાડોશી દેશ તરીકે આપણે બાંગ્લાદેશમાં જે બન્યું છે તેની ચિંતા કરવી જોઈએ. આ સ્વાભાવિક પણ છે. તેમણે કહ્યું કે મને આશા છે કે ત્યાંની સ્થિતિ જલ્દી સામાન્ય થઈ જશે. 140 કરોડ દેશવાસીઓની ચિંતા એ છે કે હિંદુ અને લઘુમતી સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે ભારત હંમેશા ઈચ્છે છે કે, આપણા પાડોશી દેશો સુખ અને શાંતિના માર્ગે ચાલે. શાંતિ પ્રત્યે આપણી પ્રતિબદ્ધતા છે, આપણા મૂલ્યો છે. આવનારા દિવસોમાં બાંગ્લાદેશની વિકાસયાત્રા માટે અમને હંમેશા શુભકામનાઓ રહેશે, કારણ કે અમે, એટલે કે ભારતના દરેક નાગરિક, માનવજાતના કલ્યાણ વિશે વિચારનારા લોકો છીએ.

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાઓ

તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામા બાદ બાંગ્લાદેશમાં ઘણા હિંદુ મંદિરો, હિંદુ સમુદાયના લોકોના ઘરો અને કોમર્શિયલ દુકાનોમાં તોડફોડના સમાચાર સામે આવ્યા હતા. તેના ઘણા વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયા હતા, જેના પર દેશના લોકોએ ચિંતા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો : Independence Day 2024: CM Bhupendra Patel ની ઉપસ્થિતિમાં Nadiad ખાતે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ

Read More

Trending Video