Bangladesh Students : બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ માટે ગુજરાત યુનિવર્સિટીની ગાઈડ લાઈન, જાણ કર્યા વગર નહિ છોડી શકે અમદાવાદ

August 6, 2024

Bangladesh Students : બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક સમયથી વિરોધ ચાલી રહ્યો છે. બાંગ્લાદેશ (Bangladesh)માં 5 મહિનાથી ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલન બાદ ગઈકાલે એટલે કે 5 ઓગસ્ટ શેખ હસીનાએ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું હતું અને તેઓ ભારત આવી ગયા હતા. જે બાદ બાંગ્લાદેશમાં હવે કટોકટીની સ્થિતિ ઉભી થઇ છે. ત્યારે ત્યાં પણ ભારતના વિદ્યાર્થીઓ ફસાયા છે. અને સરકાર તેમની સતત સંપર્કમાં છે. જયારે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં પણ અંદાજે 20 જેટલા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ (Bangladesh Students) અભ્યાસ કરી રહ્યા છે. જેને લઈને હવે ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) દ્વારા ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. અને સાથે જ વિદ્યાર્થીઓએ જાણ કર્યા વગર અમદાવાદ છોડી શકશે નહિ તેવું જણાવવામાં આવ્યું હતું.

ICCR દ્વારા મળતી સ્કોલરશિપના આધારે અનેક વિદેશી વિદ્યાર્થીઓ ભારતમાં અભ્યાસ કરવા માટે આવતા હોય છે, ગુજરાત યુનિવર્સિટીમાં પણ અલગ અલગ દેશના વિદ્યાર્થીઓ દર વર્ષે અભ્યાસ માટે આવતા હોય છે.ગુજરાત યુનિવર્સિટીમાં UG, PG અને PHDમાં 20 વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે. બાંગ્લાદેશમાં ઇમરજન્સીની સ્થિતિ ઊભી થતાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ દ્વારા તાત્કાલિક બાંગ્લાદેશના વિદ્યાર્થીઓને બોલાવીને બેઠક કરવામાં આવી હતી.

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ સાથે બેઠક કરી માહિતી મેળવી હતી. વિદ્યાર્થીઓને યુનિવર્સિટી દ્વારા સુરક્ષાની બાહેંધરી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને યુનિવર્સિટી દ્વારા કેટલીક સૂચના તથા માર્ગદર્શન આપવામાં આવ્યા છે. કુલપતિ નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ સાથેની બેઠકમાં કેટલીક જરૂરી સુચના આપવામાં આવી છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પણ સૂચના આપવામાં આવી છે. વિદ્યાર્થીઓને અમદાવાદ ન છોડવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે. વિદ્યાર્થીઓ અમદાવાદ છોડે તો યુનિવર્સિટીના જાણ કરીને છોડે તેવું જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચોOlympic 2024 : નીરજ ચોપરા જેવલિનમાં ફાઇનલમાં ક્વોલિફાય થયો, આટલા મીટર દૂર ફેંક્યો થ્રો

Read More

Trending Video