Bangladesh Protest : બાંગ્લાદેશની સેનામાં મોટા ફેરબદલ, શેખ હસીનાના નજીકના મેજર જનરલ ઝિયાઉલ અહસાનને સેવામાંથી બરતરફ કરાયા

August 6, 2024

Bangladesh Protest : બાંગ્લાદેશમાં સૈન્ય સ્તરે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. પૂર્વ પીએમ શેખ હસીનાના નજીકના સાથી મેજર જનરલ ઝિયાઉલ અહસાનને સેવામાંથી મુક્ત કરવામાં આવ્યા છે. બાંગ્લાદેશ આર્મી (Bangladesh Army)ના ટોપ રેન્કમાં આ ફેરબદલ કરવામાં આવ્યો છે.

શું છે સમગ્ર મામલો?

બાંગ્લાદેશ મીડિયાને ટાંકીને મળતી માહિતી મુજબ બાંગ્લાદેશમાં એક વરિષ્ઠ સૈન્ય અધિકારીને બરતરફ કરવામાં આવ્યા છે. અહીં સેનાના 7 વરિષ્ઠ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. અને મેજર જનરલ ઝિયાઉલ અહસાનને સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા છે. લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ સૈફુલ આલમની વિદેશ મંત્રાલયમાં બદલી કરવામાં આવી છે. લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ મુજીબુર રહેમાનની બદલી જનરલ ઓફિસર કમાન્ડિંગ, આર્મી ટ્રેનિંગ અને ડોક્ટ્રિન કમાન્ડ તરીકે કરવામાં આવી હતી. લેફ્ટનન્ટ જનરલ અહેમદ તબરેઝ શમ્સ ચૌધરીને ક્વાર્ટર માસ્ટર જનરલ નિયુક્ત કરવામાં આવ્યા છે. લેફ્ટનન્ટ જનરલ મિઝાનુર રહેમાન શમીમ ચીફ ઓફ ધ જનરલ સ્ટાફ બન્યા છે. લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ શાહીનુલ હકને NDCના કમાન્ડન્ટ તરીકે અને મેજર જનરલ ASN રિઝવાનુર રહેમાનને NTMCના ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને સંસદ ભંગ કરી

અગાઉ સમાચાર સામે આવ્યા હતા કે, રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહબુદ્દીને સંસદ ભંગ કરી દીધી છે. આ સાથે દેશની પૂર્વ વડાપ્રધાન ખાલિદા જિયાને પણ મુક્ત કરવામાં આવી છે. મંગળવારે બાંગ્લાદેશમાં વિરોધ (Bangladesh Protest) કરી રહેલા વિદ્યાર્થીઓએ બપોરે 3 વાગ્યા સુધીમાં સંસદ ભંગ કરવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. આ સિવાય 1 જુલાઈથી ઓગસ્ટ દરમિયાન ધરપકડ કરાયેલા લોકોને મુક્ત કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ઘણા લોકોને મુક્ત કરવામાં આવ્યા છે. સંસદ ભંગ કરવાના રાષ્ટ્રપતિના પગલાથી દેશમાં નવેસરથી ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે. શેખ હસીનાએ સોમવારે બાંગ્લાદેશના વડાપ્રધાન પદેથી રાજીનામું આપીને દેશ છોડ્યા પછી સર્જાયેલી અરાજકતા વચ્ચે દેશભરમાં હિંસાની ઘટનાઓમાં 100 થી વધુ લોકોના મોત થયા છે. ઘણા સમાચાર અહેવાલોમાં આ માહિતી આપવામાં આવી છે.

આ પણ વાંચોOlympic 2024 : વિનેશ ફોગાટે સેમીફાઈનલમાં જગ્યા બનાવી, ધમાકેદાર અંદાજમાં મેચ જીતી

Read More

Trending Video