Banasknatha : ગુજરાતમાં અત્યારે બનાસકાંઠાની સૌથી હાઈપ્રોફાઈલ બેઠક વાવમાં ખરાખરીનો જંગ ખેલાઈ રહ્યો છે. વાવ બેઠક પર આમ તો બે ટર્મથી ગેનીબેનનો દબદબો રહ્યો હતો. ગેનીબેનના સાંસદ બન્યા બાદ આ બેઠક ખાલી પડી હતી. જેના કારણે હવે આ બેઠક પર આગામી 13 નવેમ્બરે પેટાચૂંટણી યોજાવાની છે. બંસકાંઠાની આ બેઠક પર જીતવું એ ભાજપ અને કોંગ્રેસ માટે વટ જાળવવાનો સવાલ છે. આ બેઠક પર તેના કારણે જ અત્યારે બંને પક્ષ ઉમેદવારોને લઈને અસમંજસમાં મુકાયા છે. આવતીકાલે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ છે. ત્યારે કોંગ્રેસની એક નિમંત્રણ પત્રિકા હાલ સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઇ રહી છે.
બનાસકાંઠાની વાવ બેઠક પર પેટાચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની 25 ઓક્ટોબર એટલે કે આવતીકાલે છેલ્લો દિવસ છે. ત્યારે આ જ ઉમેદવારી પત્ર ભરવા જવાને લઈને એક નિમંત્રણ પત્રિકા વાયરલ થઇ રહી છે. આ પત્રિકામાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારી પત્ર ભરવા સૌને સાથે જોડાવા માટે જાહેર આમંત્રણ પાઠવ્યું છે. ત્યારે આવતીકાલે કોંગ્રેસ વાજતે ગાજતે ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે. ત્યારે જોવાનું રહ્યું કે ક્યાં ઉમેદવારને કોંગ્રેસ મેદાને ઉતારે છે.
આ પણ વાંચો : Moraribapu : મોરારીબાપુએ રસ્તા સારા બની જતાં કર્યા ધારાસભ્યના વખાણ, રાજ્યના અન્ય રસ્તાઓ ક્યારે થશે સરખા ?