Banaskatha Seat Nirbhay News Exclusive: ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું (Loksabha Election 2024) ત્રીજા તબક્કાનું મતદાન 7 મે ના રોજ થયું હતું અને 4 જુનના રોજ મતગણતરી છે હાલ તમામ ઉમેદવારોનુ ભાવિ EVMમાં કેદ છે ત્યારે ક્યાંકને ક્યાંક EVM મશીનમાં ચેડા થાય તેવો ડર કોંગ્રેસમાં (Congress)જોવા મળી રહ્યો છે. જેથી કોંગ્રેસ દ્વારા જે સ્થળ પર EVM રાખવામા આવ્યા છે. ત્યાં ખાસ તકેદારી રાખવામા આવી રહી છે. ત્યારે ગુજરાતની બહુચર્ચિત બેઠક બનાસકાંઠા (Banaskantha)જ્યાં કોંગ્રેસને જીતની આશા છે ત્યાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના (geniben Thakor) સમર્થકો દ્વારા EVM મશીન પર પ સતત પહેરેદારી કરવામાં આવી રહી છે. ત્યારે આજે નિર્ભય ન્યુઝની (Nirbhay news) ટીમ બનાસકાંઠા પહોંચી હતી અને ઈવીએમ મશીન રાખ્યા છે તે સ્થળ પર જઈને કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી હતી ત્યારે કાર્યકર્તાઓએ ઈવીએમ મશીનમાં ચેડા ના થાય તેનો ભચ વ્યક્ત કર્યો હતો અને તેના માટે દિવસ રાત પહેરેદારી કરી રહ્યા હોવાનું જણાવ્યું હતુ.
બનાસકાંઠામાં (Banaskantha) EVM મશીન પર કોંગ્રેસનો પહેરો
બનાસકાંઠા (Banaskantha) સીટ પર ભાજપમાંથી રેખાબેન ચૌધરી ઉમેદવાર છે અને કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોર છે જેમાં સતાધારી પક્ષને ઈવીએમમાં ચેડા થવાનો કોઈ ડર નથી જોકે આ ડર ક્યાંક કોંગ્રેસમાં જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં મતદાનના દિવસથી જ કોંગ્રેસનાકેટલાક કાર્યકરો EVM મશીન સીલ થયા બાદ જ્યાં રાખવામાં આવ્યું તે સ્થળ પર પહેરેદારી કરી રહ્યા છે. પાલનપુરમાં આવેલ જગાણા સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં EVM સીલ થયા બાદ રાખવામાં આવ્યા છે. ત્યારે અહીં કોંગ્રેસ કાર્યકરો મતદાનની દિવસથી જ નિગરાની રાખી રહ્યા છે.
માત્ર કોંગ્રેસના કાર્યકરો જ રાખી રહ્યા છે પહેરો
બનાસકાંઠા કલેકટર દ્વારા તમામ ઉમેદવારો બહારથી મશીન જે રુમમાં રાખ્યું છે તે જોઈ શકે તે માટે મોટી સ્ક્રીનોમાં LED ટીવી મૂક્યા છે જેમાં તે સરળતાથી ચાલતી ગતિવિધિઓને જોઈ શકે છે ત્યારે ગેનીબેનના સમર્થકો દ્વારા રૂમોમાં કોઇ પ્રવેશ તો નથી કરી રહ્યું ને ?, કોણ આવી રહ્યું છે કોણ જઈ રહ્યું છે ? આ તમામ બાબતો પર વોચ રાખીને બેઠાં છે . મહત્વનું છે કે, અહીં માત્ર કોંગ્રેસના જ કાર્યકર જોવા મળી રહ્યા છે ભાજપના નહીં. આટલા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અને ગરમીના 45 ડિગ્રી તાપમાન વચ્ચે પણ કોંગ્રેસ EVM ની પહેરેદારી રાખી રહ્યા છે
મશીનમાં છેડછાડ થવાનો કાર્યકરોમાં ડર
જ્યારે નિર્ભય ન્યુઝની ટીમ જગાણા સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે પહોંચી ત્યારે જોયું કે, કોંગ્રેસના કાર્યકર્તાઓ અહીં નિગરાની રાખી રહ્યા હતા.અહીં કાર્યકરોની વારપરતી સીફ્ટ બદલાતી હોય છે. અહીં રાત્રે નિગરાની વધી જતી હોય છે. અહીં તકેદારી રાખતા કોગ્રેસના કાર્યકર્તાએ જણાવ્યું હતુ કે,કોઈ ઈવીએમ મશીનમાં છેડછાની ના કરે તેના માટે તકેદારી રાખવામા આવી રહી છે. જે દિવસે મશીન લાવ્યા ત્યારથી બેઠા છીએ અને જ્યાં સુધી મતગણતરી પૂર્ણ ન થાય ત્યા સુધી અમે અહીં બેસવાના છીએ. દિવસે અહીં બે અને રાત્રે 4 લોકો નિગરાણી રાખતા હોય છે. દિવસ કરતા રાત્રે વધારે તકેદારી રાખવી પડે છે.સીસીટીવીમાં મશીન રાખ્યા છે તે રુમનો દરવાજો જ દેખાય છે મશીન દેખાતા નથી. એટલા માટે દરવાજાના અંદરથી કોઈ જઈને મશીન સાથે કોઈ છેડછાની ના કરે તેનો ડર લાગી રહ્યો છે.અમે આટલા દિવસ મહેનત કરી તે ફેલ ના જાય તેના માટે અહીં બેઠા છીએ.
બનાસકાંઠા સીટ પર કોણ મારશે બાજી ?
કાર્યકર્તાઓ સાથે વાતચીત કરતા લાગી રહ્યુ છે કે, કોંગ્રેસને ચૂંટણી તંત્ર પર હવે ભરોશો રહ્યો નથી તેમણે લાગે છે કે EVMમાં કોઈને કોઈને ગોલમાલ થાય છે જ્યારે 4 જુન ના રોજ મતગણતરી થનાર છે ત્યારે ગુજરાતની ગણાતી હોટ સીટમાંની એક બનાસકાંઠા સીટ જેમાં કોણ બાજી મારી જાય છે તેના પર સૌ કોઈની નજર રહેલી છે.
આ પણ વાંચો : loksabha election : ગુજરાત કોંગ્રેસની મતગણતરી માટેની નવી રણનીતિ, હવે ઉમેદવારોને અપાશે આ ખાસ ટ્રેનિંગ