Banaskantha: બનાસકાંઠા (Banaskantha) જિલ્લાના દિયોદર (deodar) તાલુકાના ચીભડા ગામે આજે બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોરની (Ganiben thakor) અધ્યક્ષ સ્થાને ખેડૂત બેઠક (farmer) યોજાઇ હતી આ બેઠકમાં ખેડૂતોએ ચીભડા ચાળવા અછવાડિયા ગોલવી સહિતના ગામોમાં ન્યુ મુન્દ્રા પાણીપત પાઇપલાઇનમાં (New Mundra Panipat Pipeline) ખેડૂતોને પૂરતું વળતર ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ બાબતે આજે બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોરને તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા ખેડૂતોને જંત્રી પ્રમાણે વળતર અપાવવા માટે માંગ કરી હતી.
ખેડૂતોને પૂરતું વળતર ન મળતા રોષ
બનાસકાંઠા જિલ્લોએ મોટાભાગે ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો જિલ્લો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો છેલ્લા ઘણા સમયથી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હાલમાં દિયોદર તાલુકામાં ન્યુ મુન્દ્રા પાણીપત પાઇપલાઇન નાખવાનું કામકાજ ચાલી રહ્યું છે જેમાં ઇન્ડિયન ઓઇલ કંપની લિમિટેડ દ્વારા મોટાભાગના ખેડૂતોના ખેતરોમાં પાઇપ લાઇન નાખવામાં આવી રહી છે પરંતુ ખેડૂતોને ખેતરમાં નુકસાન થયું હોવા છતાં પણ ખેડૂતોને જંત્રીના ભાવ પ્રમાણે વળતર ચૂકવવામાં આવ્યું નથી જેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ખેડૂતોએ સાંસદ ગેનીબેન ઠાકોરને કરી રજુઆત
ત્યારે આજે દિયોદર તાલુકાના ચીભડા ગામે બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોરની અધ્યક્ષતામાં ખેડૂતો સાથે બેઠક યોજાઇ હતી આ બેઠકમાં દિયોદર તાલુકાના ચીભડા, ચાળવા,અછવાડીયા, ગોલવી સહિતના ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઇન્ડિયન ઓઇલ કંપની દ્વારા જે ખેડૂતોના ખેતરોમાં પાઇપલાઇન નાખવામાં આવી રહી છે તેમાં વળતર ન ચૂકવ્યું હોવાની રજૂઆત સાંસદ ગેનીબેન ઠાકોરને ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી. અને જો સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં નિર્ણય નહીં લેવામાં આવે તો આગામી સમયમાં ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઇ ગેનીબેન ઠાકોરે તાત્કાલિક ધોરણે આ બાબતે સરકારમાં રજૂઆત કરવા માટે જણાવ્યું હતું.
ગેનીબેન ઠાકોરએ શું કહ્યું ?
આ મામલે ગેનીબેન ઠાકોરએ કહ્યું કે, જે પ્રમાણે બીજા તાલુકાઓમાં કે બીજા ખેડૂતોને પરિવારોને નિયમો પ્રમાણે પરિપત્ર પ્રમાણે આપ્યું હોય તે પ્રમાણે લાખણી અને દિયોદરા તાલુકાના ખેડૂતોને વળતર આપવું પડશે, જ્યાં સુધી ખેડૂતો, કંપનીના માણસો અને ઓથોરાઈટ્સ ભારત સરકારના અધિકારીઓ કે , SDM હોય કે કલેક્ટર હોય સાથે બેસીને નિરાકરણ નહીં લાવે ત્યાં સુધી પોલીસ હોય કે ગમે તે હોય ખેડૂતોના હીતમાં અમે અહીં લોકલ સ્તર પર તેને કામ કરવા નહીં દઈએ.
બીજી ખેડૂતોની માંગ હતી કે, ખેડૂતોએ જે પાકનું વાવેતર કર્યું છે. તે તેનો ઓથોરાઈટ્સ અધિકારી કે જે પંચકેસ કરવાનો હોય, બાગાચતી અધિકારી હોય , ગ્રામ ,સેવક હોય કે, જે નિષ્ણાંત હોય તેને સાથે રાખીને આનું વેલ્યુએશન નક્કી કરે તેવી ખેડૂતોની માંગણી છે. ત્યારે અમે ખેડૂતોને ન્યાય અપાવવા માટે પુરેપુરો પ્રયાસ કરીશું.
આ પણ વાંચો : Gujarat Congress : રાજ્યમાં બનેલી દુર્ઘટનાઓને લઈને કોંગ્રેસ કાઢશે ‘ન્યાય યાત્રા’,ફરી રાહુલ ગાંધી આવશે ગુજરાત