Banaskantha: ગેનીબેન ઠાકોર પોતાના ઉત્તરાધિકારી કોને બનાવવાવ માગે છે ? રાજીનામુ આપતા પહેલા ગેનીબેને કર્યો ખુલાસો

June 13, 2024

Banaskantha: કોંગ્રેસના (Congress) ગેનીબેન ઠાકોરે (Geniben thakor) લોકસભાની ચૂંટણીમાં (Loksabha Election) બનાસકાંઠા (Banaskantha) બેઠક પરથી જીત મેળવી હતી. હવે તેઓ દિલ્હીમાં સાંસદ તરીકે બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ કરશે.જેથી હવે તેઓ તેમનું ધારાસભ્ય પદ છોડશે આજે તેઓ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપશે. ત્યારે ચૂંટણી બાદ ફરી એક વાર શકંર ચૌધરી અને ગેનીબેન સામ સામે જોવા મળશે.

આજે ગેનીબેન ઠાકોર અને શંકર ચૌધરી હશે સામ સામે

મહત્વનું છે કે, લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક ખુબ જ ચર્ચામાં રહી. કેમકે આ ચૂંટણીમાં ભાજપે રેખાબેન ચૌધરીને ઉમેદવાર બનાવ્યા હતા પરંતુ તેમને જીતાડવાની જવાબદારી શંકર ચૈાધરીએ લીધી હતી જેથી આ જંગ ગેનીબેન ઠાકોર અને શંકર ચૌધરી વચ્ચે હોય તેવુ સ્પષ્ટ લાગી રહ્યુ હતું. શંકર ચૈધરી વિધાનસભાના અધ્યક્ષ હોવાથી કાયદાકીય રીતે તેઓ કોઈ પાર્ટીનો પ્રચાર કરી શકે નહીં પરંતુ શંકર ચૌધરીએ આ ચૂંટણીમાં ભાજપના ઉમદવારને જીતાડવા માટે ખુબ પ્રચાર કર્યો અને રેખાબેનને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવ્યું. ડેરી ,બેંક ,સહકારી મંડળીઓ,apmc તમામ જગ્યાએ શંકર ચૌધરીએ ભાજપના ઉમેદવારને જીતાડવા માટે પ્રયાસ કર્યા હતા. જો કે ગેનીબેન ઠાકોરની જીત થતા શંકર ચૌધરીના આ તમામ પ્રયાસો નિષ્ફળ થયા છે. જેથી બનાસકાંઠામાં રેખા ચૌધરી નહીં પરંતુ શંકર ચૌધરીની હાર થઈ હોય તેવું માનવામા આવી રહ્યુ હતુ. ત્યારે ચૂંટણી બાદ આજે ગેનીબેન ઠાકોર અને શંકર ચૌધરી આમને સામને જોવા મળશે.

રાજીનામુ આપતા પહેલા ગેનીબેને શું કહ્યું ?

રાજીનામુ આપતા પહેલા ગેનીબેને કહ્યુ કે, રાજીનામુ આપીને પ્રદેશ સમિતીએ જવાના છીએ. ત્યારે પ્રદેશ સમતિ વતી સમગ્ર ગુજરાતના મતદારોનો આભાર માનીશું. મતદારોએ કોંગ્રેસને સારા એવા મત આપ્યા છે. અમારા ઉમેદવારો લડાયક તરીકે લડ્યા અને તમામને મનોબળ પુરુ પાડવા માટેનો આભાર દર્શન માટેનો એક કાર્યક્રમ ગુજરાત પ્રદેશ સમિતિએ રાખ્યો છે ત્યારે અમે અહીંથી બધા ત્યાં જઈશું.

પોતાની જીતનો શ્રેય કોને આપ્યો ?

ગેનીબેને કહ્યુ કે, ઘણા રાજીનામા આપે ત્યારે જેને મત આપ્યા હોય તે મતદારોનો વિશ્વાસ તુટતો હતો, ક્યાંય નારાજગી આવતી હતી પણ આ રાજીનામુ ખુશીનું રાજીનામુ છે. એક રાજીનામુ એવું હોય જેમાં વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે રાજીનામુ આપે. અને આ રાજીનામુ એવું છે કે, બંધારણીય બાબતોને ધ્યાનમા રાખીને લોકોની ખુશી માટેનું રાજીનામુ છે એટલા માટે જ્યારે પ્રજાએ મને ધારાસભ્ય તરીકે બેબે વખત મેન્ડેડ આપ્યો ત્યારે મે મતદારો સાથે ગદ્દારી નથી કરી. મેં કોંગ્રેસ પાર્ટી સાથે ગદ્દારી નથી કરી. લોકોના સુખે સુધી એને લોકોના દુખે દુખી તેના આજે ફટકડા છે. હુ મારા જે ટેકેદારો છે આવનારા કોંગ્રેસના જે આગેવાનો હોય તેને એક જ સંદેશ આપુ કે જાહેર જીવન એવું જીવો કે રાજીનામુ આપવામા પણ લોકોની ખુશી હોય.આ જીત બનાસકાંઠા મતદારો, અઢારે આલમ, 36 સે કોમ ગેનીબેન નહીં પરંતુ કોગ્રેસ પાર્ટી અને લોકશાહીની જીત છે.

ગેનીબેન પોતાના ઉત્તરાધિકારી કોને બનાવવાવ માગે છે ?

ગેનીબેન ઠાકોરએ પોતાના ઉત્તરાધિકારી કોને બનાવવાવ માગે છે તે અંગે કહ્યુ કે, આ બનાસકાંઠા અને વાવનો વટ છે અમારી વાવ વિધાનસભાના ત્રણ તાલુકાના કોંગ્રેસના આગેવાનો ત્યાના મતદારો અને કોંગ્રેસનું મોવળી મંડળ નક્કી કરશે કે, વાવ વિધાનસભાનો કોંગ્રેસનો ઉમેદવાર કોણ હશે. અને જે નક્કી થાય તેને મારો સહયોગ હશે. મારા માટે બધા સરખા છે.

આ પણ વાંચો :  NEET UG 2024: NEET પરીક્ષાને લઈને મોટા સમાચાર, 1563 વિદ્યાર્થીઓના ગ્રેસ માર્કસ રદ, ફરીથી આપવી પડશે પરીક્ષા

Read More

Trending Video