Banaskantha: સરકાર દ્વારા નવા વર્ષની શરુઆતમાં સરકાર દ્વારા બનાસકાંઠા (banaskanth)જિલ્લાના વિભાજન કરીને વાવ-થરાદને નવા જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે ત્યારે જિલ્લા વિભાજનનો વિરોધ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. દિયોદરના લોકો વિભાજન થયું ત્યારથી ઓગડ જિલ્લાની માંગણી કરી રહ્યા છે.ઓગડ જિલ્લાને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ને પત્ર પણ લખવામાં આવ્યો હતો. તોપણ સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી ત્યારે ઓગડ જિલ્લા સંકલન સમિતિ દ્વારા વિવિધ જગ્યાએ બેનર લગાવીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે ઓગડ જિલ્લા સંકલન સમિતિ દ્વારા ભાભરમા બેનર લગાવતા વિવાદ સર્જાયો છે. હવે જિલ્લા વિભાજનને લઈને લોકોમાં બે મત જોવા મળી રહ્યા છે જેના કારણે આ વિવાદ સર્જાયો છે.
ઓગડ જિલ્લા સંકલન સમિતિ દ્વારા ભાભરમા બેનર લગાવતા સર્જાયો વિવાદ
વાવ થરાદ જિલ્લાની રચના વિરોધમા ઓગડ જિલ્લા સંકલન સમિતિ દ્વારા ભાભર બજારમાં ભાભરને બનાસકાંઠામાં જ રાખવામાં આવે અથવા તો ઓગડ જિલ્લાની રચના કરી ઓગડ જિલ્લામાં સમાવેશ કરવામાં આવે , 30 જાન્યુઆરીએ ભાભરમા મહારેલીમાં જોડાશે તેવા વિવિઘ સંગઠનો સાથે બેનરો લગાવવામાં આવ્યા છે. તેમજ વિવિધ સામાજિક સંગઠનો અને ધંધા રાજગરોના સંગઠનો આ રેલીમાં જોડશે તેવું લખાણ લખવામાં આવ્યું છે. ત્યારે આ બેનરોને લઈને વિવાદ સર્જાયો છે.
જિલ્લા વિભાજન મુદ્દે ભાભરવાસીઓમાં બે મત
કરિયાણા વેપારી એસોસિયેશન,સોની એસોસિયેશન,જૈન સમાજ,રઘુવંશી લવાણા સમાજ સહિતના આગેવાનો લાગેલા બેનરનો વિરોધ કર્યો છે. તેમને જણાવ્યું કે, બેનરમાં લાગેલા નામો છે તે પૂછ્યા વગર લખ્યા છે અમે વાવ થરાદ જિલ્લાને રચનાથી ખુશ છીએ અને વાવ થરાદ જિલ્લાની સાથે છીએ.આમ ભાભરવાસીઓ બે ભાગમાં વેચાયા છે કેટલાક આગેવાનો વાવ થરાદ જિલ્લાની રચનાને આવકારે છે અને કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે. આમ હવે જિલ્લા વિભાજનનો મુદ્દો ભાભરમાં પણ વિવાદિત બન્યો છે.
આ પણ વાંચો : કચ્છના ભચાઉ નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો,રિક્ટર સ્કેલ પર 3.0 ની નોંધાઈ તીવ્રતા