Banaskantha : વાવ પેટા ચૂંટણીમાં જામશે રસાકસીનો જંગ , AAP- Bjp -Congress ના કયા દાવેદારો ઉમેદવારીની રેસમાં આગળ ?

October 17, 2024

Banaskantha :  બનાસકાંઠાની (Banaskantha) હાઈપ્રોફાઈલ બેઠક પર ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ બેઠક પરથી ગેનીબેન ઠાકોરે રાજીનામુ આપતા ખાલી પડેલી બેઠક પર હવે પેટાચૂંટણી  યોજાશે ત્યારે ચૂંટણીની તારીખોની જાહેરાત થતા ભાજપ અને કોંગ્રેસ એક્શનમાં આવ્યું છે અને ચૂંટણીની તડામાર તૈયારીઓમા લાગી ગયુ છે હવે આ બેઠક પરથી આમ આદમી પાર્ટી દ્વારા પણ ઉમેદવાર ઉતારવામા આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જેથી આ બેઠક પર ત્રિપાંખિયો જંગ ખેલાવવા જઈ રહ્યો છે. હવે ના માત્ર ભાજપ અને કોંગ્રેસ પરંતુ આમ આદમી પાર્ટી પણ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં એડી ચોટીનું જોર લગાવશે. ત્યારે ચૂંટણીની તારીખોની જાહેરાત થતા જ ત્રણેય પાર્ટીઓમાંથી દાવેદારોના નામ પણ ચર્ચામાં આવ્યા છે.

વાવ બેઠક પર કોંગ્રેસમાં કોણ છે મજબુત દાવેદાર ?

ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ બેઠક પર પોતાના મજબૂત ઉમેદવારોને મેદાને ઉતારશે.ત્યારે કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટીના મજબૂત દાવેદારોના નામ પણ અત્યારથી ચર્ચા રહ્યા છે. ત્યારે જો જો વાત કરવામાં આવે કોંગ્રેસમાંથી તો કોંગ્રેસમાંથી કેપી ગઢવી, ગુલાબસિંહ રાજપૂત, ઠાકરશી રબારી, અને માવજી પટેલ નું નામ ચર્ચામાં ચાલી રહ્યું છે. અને કોંગ્રેસના આ ચારેય ચેહરા મજબૂત દાવેદારો અત્યારે માનવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ આ ચાર નામમાંથી કોઈપણ એક નામ પર સમીકરણોને ધ્યાન રાખી કળશ ઢોળી શકે છે.

ભાજપના મજબુત દાવેદારોમાં આ નામ ચર્ચામાં

તેમજ ભાજપના મજબૂત દાવેદારોની વાત કરવામાં આવે તો તેમાં મુકેશ ઠાકોર, શૈલેષ ચૌધરી, સ્વરૂપ જી ઠાકોર, કરસનજી ઠાકોર, લાલજી પટેલ, રજની પટેલ અને ગજેન્દ્રસિંહ રાણા આ સાત નામો અત્યારે ચર્ચાઓમાં ચાલી રહ્યા છે. ત્યારે ભાજપ જ્ઞાતિ સમીકરણ અને બીજા અન્ય સમીકરણોને ધ્યાને રાખી ઉમેદવાર પસંદગી કરશે. અને જોવાનું રહેશે કે આ સાતે નામમાંથી ભાજપ કોના નામ પર કળશ ઢોળે છે.

આમ આદમી પાર્ટીમાં કોણ છે દાવેદાર ?

આમ આદમી પાર્ટીના દાવેદારની, તો ત્યારે આમ આદમી પાર્ટીમાં એક જ નામ ચર્ચાઈ રહ્યું છે ડોક્ટર રમેશ પટેલનું અત્યારે તો માત્ર ચર્ચાઓ ચાલી રહી છે પરંતુ જોવાનું રહેશે કે આમ આદમી પાર્ટી કોને ઉમેદવાર તરીકે મેદાને ઉતારે છે.

વાવ બેઠક પર રસાકસી ભર્યો જંગ જોવા મળશે

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધનમાં લડ્યા હતા અને બનાસકાંઠા સીટ પરથી ગેનીબેનનો ભવ્ય વિજય પણ થયો હતો. ત્યારે હવે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જે ગઠબંધનમાં ચૂંટણી લડી ચૂકી છે તે હવે આમને સામને લડશે. ત્યારે બેની લડાઈમાં ત્રીજો ફાવે તેવી પરિસ્થિતિ છે. આમ આદમી પાર્ટી કોંગ્રેસના મતો તોડાવશે. જેનો સીધો ફાયદો ભાજપને થઈ શકે છે. વાવ બેઠક પર ત્રણેય પાર્ટીઓ અત્યારથીજ જીતનો દાવો કરી રહી છે. જેથી આ બેઠક પર ચૂંટણી ખુબ રસાકસી ભર્યો જંગ જોવા મળી શકે છે. કારણ કે, આ બેઠક પોતાને નામ કરવા ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એડી ચોટીનું જોર લગાવશે.

વાવ બેઠકના સમીકરણો

મહત્વનું છે કે, વાવ બેઠક પર કોંગ્રેસની મજબૂત પકડ છે કારણ કે, છેલ્લી બે ટર્મથી વાવ બેઠક કોંગ્રેસ પાસે છેગેનીબેન ઠાકોર બે વખત સતત ચૂંટાયા હતા. આ બેઠક પર ઠાકોર અને ચૌધરી મતદારોનું પ્રભુત્વ ધરાવે છે અને લોકસભા-વિધાનસભાના પરિણામ વિપરીત હોય છે અહીં 94 ટકા મતદારો ગ્રામીણ વિસ્તારમાં રહે છે ત્યારે અન્ય જાતિગત સમીકરણોની મહત્વની ભૂમિકા હોય છે. આ બેઠક પર 41 ટકા સવર્ણ મતદારો છે જ્યારે 29 ટકા ઓબીસી મતદારો છે. તેમજ વાવ બેઠક પર 7 ટકા મુસ્લિમ મતદાર નિર્ણાયક છે. જ્યારે SC 11 ટકા, ST 4 ટકા, અન્ય મતદાર 8 ટકા છે. આ બેઠક પર સ્થાનિક ઉમેદવારની પસંદગી મહત્વની ગણાય છે.

આ પણ વાંચો :  હરિયાણામાં સતત ત્રીજી વખત ભાજપની સરકાર, નાયબ સિંહ સૈનીએ ​​બીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

Read More

Trending Video