Banaskantha Teacher : ગુજરાતમાં એટલું પોલમપોલ ચાલે છે કે જેની કોઈ સીમા નથી. અને એ પોલમપોલમાં સરકાર ધ્યાન આપતી નથી. તમે જે કરો બધુ જ ગુજરાતમાં ચાલે છે. જેનો દાખલો આપણે કાલે જોયો હતો બનાસકાંઠામાં…પણ બનાસકાંઠાની પરિસ્થીતી આવી જ છે. કારણ કે અહિયા હજુ પણ એવું જ ચાલે છે કે તમે અહિથી સરકારી નોકરી મેળવી વિદેશ સ્થાયી થઈ જાઓ તો પણ પગાર તો તમને પુરતો જ મળે. તમને એકવાર સરકારી નોકરી મળી તો તમારે રામના રાજ છે. કોઈ પાછળ જોવા નહી આવે તમે ફરજ પર છો કે નહી. આ બધુ ભાજપના રાજમાં શક્ય છે. ફરી બનાસકાંઠા (Banaskantha Teacher)માંથી ભૂતિયા શિક્ષકનું નામ બહાર આવ્યું છે.
બનાસકાંઠા જિલ્લામાંથી વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વાવની ઉચપા પ્રા.શાળામાં દર્શનભાઈ નામના શિક્ષક બે વર્ષથી ગેરહાજર છે. અને તે અત્યારે કેનેડામાં છે. છતા સતાવાર રીતે તે હજું પણ આ ઉચપા પ્રાથમીક શાળાના શિક્ષક છે. અને શાળામાં હાજર રહ્યા વગર તે સરકારનો મફત પગાર લઈ રહ્યા છે. જેને લઈ વાલીઓ અને શાળાના અન્ય શિક્ષકો તરફથી આ અંગે અનેક વખત ફરિયાદ કરવામાં આવી છે..ત્યારે આ પ્રાથમિક શાળાના આચાર્ય બી.બી બારોટે આ ગુલીબાજ દર્શનભાઈને લઈને આક્ષેપો કર્યા છે. બાળકોનું હિત ન જળવાતા આ શિક્ષકને બરતરફ કરવાની માંગ સાથે વાલીઓ પણ રોષે ભરાયા છે.

આ શિક્ષક મહોદય તો 10-11-2022થી કેનેડા ભાગી ગયા છે. જ્યારે આચાર્ય એવું પુછે છે કે સાહેબ તમે આવવાનો છો. તો આ શિક્ષક મહોદયે તો મોઢા પર કહી દીધુ કે હું હવે આવવાનો નથી. હું અહિ જ રહેવાનો છું. અને કહે છે કે તમારે જે કાર્યવાહી કરવાની છે તે તમે કરી શકો છો. રાજીનામું માંગવામાં આવ્યું પણ આપ્યું નથી અને સરકારી પગાર હજુ પણ ચાંઉ કરી રહ્યા છે. આચાર્ય સાહેબ કહી રહ્યા છે. ઉપરી અધિકારીને જાણ કરવામાં આવી છે. પરંતુ કોઈ પગલા હજુ સુધી લેવાયા નથી. એટલે સરકારી અધિકારીઓને પણ આ શિક્ષક મહોદયને મફત પગાર આપવામાં રસ છે.
આ આખા વિવાદને લઈ ભાજપ પ્રવક્તા ઋષિકેશ પટેલ, શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને પ્રફુલ પાનસેરીયાએ પણ નિવેદનો આપ્યા હતા. જેમાં હાજરીને લઈને સરકાર કડક વલણ દાખવી રહી છે તેવું જ શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન છે. બનાસકાંઠા જિલ્લામાં સરકારના સારા શિક્ષણના દાવાના ધજજીયા ઉડાવી રહ્યા છે આવા શિક્ષકો. સ્થાનિક આચાર્ય અને ગામલોકોની રજુઆત છતાં પરિણામ શૂન્ય છે. સરકારને જાણ વગર આ બધું શક્ય નથી. પરંતુ કેમ આવા શિક્ષકોને છાવરવામાં આવે છે તે સમજાતુ નથી.
આ પણ વાંચો : World Lion Day : આજે વિશ્વ સિંહ દિવસ, પરિમલ નથવાણીએ ગીરની સિંહણને સમર્પિત ‘ગીર ગજવતી આવી સિંહણ’ ગીત લોન્ચ કર્યું