નૌકાબેન પ્રજાપતિના અનામત માથાનો દુખાવોના મુદ્દે પ્રદેશ ભાજપ પ્રવક્તા જયરાજસિંહએ કહ્યું- તેમનો આ વિચાર વ્યક્તિગત હોઈ શકે અને અનામતનો લાભ તો એમને પણ મળે છે

January 27, 2025

Banaskantha :  એક તરફ બનાસકાંઠા (Banaskantha ) જિલ્લાના બે ભાગ થવાને લઈને લોકોમાં ભારે રોષ છે. આ મુદ્દે લોકો સહિત અનેક રાજકીય નેતાઓએ પણ વિરોધ નોંધાવ્યો હતો જેના કારણે હાલ જિલ્લાનું રાજકારણ ખુબ ગરમાયું છે. ત્યારે બીજી તરફ બનાસકાંઠામાં ભાજપના સિનિયર મહિલા નેતાએ એવું નિવેદન આપ્યું છે કે, જેના કારણે નવો વિવાદ ઉભો થયો છે. બનાસકાંઠામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી વચ્ચે ભાજપના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિએ (Naukaben Prajapati) વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતુ જેમાં તેમણે અનામતને માથાનો દુખાવો ગણાવ્યું હતું તેમજ તેમણે તુષ્ટિકરણની રાજનીતિને કારણે અનામત હટાવી શક્યા નથી એમ પણ તેમણે જણાવ્યું હતું. આ નિવેદનને લઈને વિપક્ષના નેતા ભાજપનો વિરોધ કરી રહયા છે. ત્યારે ભાજપના પ્રવક્તા જયરાજ સિંહ પરમાર દ્વારા નૌકાબેનના નિવેદનને લઈને પ્રતિક્રિયા સામે આવી છે.

જયરાજ સિંહ પરમારે નૌકાબેનના નિવેદનને લઈને શું કહ્યું?

નૌકાબેન પ્રજાપતિના અનામત માથાનો દુખાવોના મુદ્દે પ્રદેશ ભાજપ પ્રવક્તા જયરાજસિંહનું નિવેદન સામે આવ્યું છે આજે બનસકાંઠાના મોરિયા ગામે શાળાની સુવર્ણ જયંતી મહોત્સવના કાર્યક્રમમાં તેમણે આ અંગે નિવેદન આપતા કહ્યુ હતુ કે, નૌકાબેન પ્રજાપતિનું નિવેદન તેમના વ્યક્તિગત વિચાર હોય શકે છે. નૌકાબેન પ્રજાપતિ ખુદ ઓબીસી સમાજમાંથી આવે છે. તેમને પણ અનામતનો લાભ મળે છે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું જીવું છું ત્યાં સુધી આ બંધારણીય વ્યવસ્થાને આંચ નહીં આવે. જે સમાજના લોકો પાછળ રહી ગયા છે, તે બીજા બધા સમાજ સાથે ચાલી શકે તેના માટે અનામતની વ્યવસ્થા બંધારણ ઘડવૈયાઓ દ્વારા કરવામાં આવી હતી. અનામતના લીધે નીચેના સમાજોની આર્થિક પ્રગતિ થઈ છે. આ સાથે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ કે, કોંગ્રેસના આગેવાનો બંધારણ બદલી દેશે એવી વાતો કરી અને જનતાને ગેર માર્ગે દોરે છે. કોંગ્રેસ જાતિવાદ ફેલાવે છે અને લોકોને મુશ્કેલી પોતાના મતનું તરભાનું ભરે છે. આ ભાજપનું સત્તાવાર નિવેદન નથી અને એમને કયા સંદર્ભમાં કહ્યું છે એ એમને પૂછવું પડે. આ સાથે તેમણે નૌકા બેનનો બતાવ કરતા કહ્યું કે, તેઓ કોંગ્રેસને કહેવા માગતા હતા કે તમે ટૂંકા માર્ગે જાઓ એના કરતાં વિકાસની રાજનીતિ કરો.

આ પણ વાંચો : Ahmedabad: ઓઢવમાં ડિમોલેશન બાદ AAP નેતા ઈસુદાન ગઢવીએ રબારી કોલોનીની મુલાકાત લીધી, સરકારને આપી આ ચેલેન્જ

Read More

Trending Video