Banaskantha : બનાસકાંઠાના વિભાજનને લઈને રાજનીતિ તેજ, ધાનેરા મામલે પૂર્વ ધારાસભ્યએ હવે PMને લખ્યો પત્ર

January 15, 2025

Banaskantha : સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ થરાદને નવા જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું ત્યારથી, તાલુકાઓ અને ગામડાઓ સરકારના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. વાવ-થરાદ નવા જિલ્લાઓમાં ઘણા તાલુકાઓ જોડાવવા માંગતા નથી. ધાનેરાનો થરાદ-વાવ જિલ્લામાં સમાવેશ થયો છે. ધાનેરાના લોકો બનાસકાંઠા જિલ્લામાં ધાનેરાને સમાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. નવા જિલ્લાની જાહેરાત થઈ ત્યારે તેના વિરોધમાં ધાનેરા તાલુકો સંપૂર્ણ બંધ પાળી આવેદન પત્ર આપ્યું હતું. ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશના મુદ્દે ધાનેરા પ્રતિનિધિ મંડળ CM ભુપેન્દ્ર પટેલને રૂબરૂ મળીને રજૂઆત પણ કરી હતી. રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી હોવા છતાં ધાનેરા માટે કોઈ જ નિકાલ ન આવતા ફરી લોકો વિરોધ કરી રહ્યાં છે. ધાનેરાના પૂર્વ ધારાસભ્ય મફતભાઈ પુરોહિતે મકરસંક્રાંતિના દિવસે ધાનેરાને બનાસકાંઠામાં રાખવા મુદ્દે પીએમ નરેન્દ્ર મોદીને રજૂઆત કરી હતી.

પૂર્વ ધારાસભ્યએ પીએમને પત્રમાં લખ્યું કે, ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખો તેવી હ્રદય પૂર્વકની પ્રજાની લાગણી છે. વી.એચ.પી. પછી ભા.વી.પરીષદ અને સંઘના તમામ કાર્યકર્તાઓ વેપારીઓ પણ આપશ્રી ને વિનતી કરે છે. ધાનેરાને નવો જાહેર કરેલ જીલ્લો વાવ થરાદ સાથે જોડાવાની વાત સાંભળી ત્યારથી ધાનેરા તાલુકાની પ્રજા ખુબ દુઃખી છે આપશ્રી મકરસંક્રાતિ નાં શુભ દિવશે એમના દુખી ચહેરાઓને ખુશી આપશો અને ધાનેરા તાલુકાને બનાસકાંઠા માં રાખો એવી સૌ ધાનેરા વાસીઓ ની આપ સાહેબશ્રીને બે હાથ જોડી નમ્ર વિનતી છે.

Banaskantha

આ પણ વાંચોPM Modi : પીએમ મોદીએ રાષ્ટ્રને 3 યુદ્ધ જહાજો સમર્પિત કર્યા, કહ્યું- ભારતની સુરક્ષાને નવી તાકાત મળશે

Read More

Trending Video