Banaskantha Police : બનાસકાંઠામાં પોલીસે કાઢ્યું આરોપીઓનું સરઘસ, પરંતુ પહેલા જ કેમ રીઢા ગુનેગારોને પોલીસ પકડતી નથી ?

October 20, 2024

Banaskantha Police : ગુજરાતમાં કેટલાક દિવસથી ક્રાઇમની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. અસામાજિક તત્વો પોલીસને ચેલેન્જ કરી રહ્યા હોય તેવી ઘટનાઓ સામે આવી છે. જેમાં મુખ્યમંત્રીના વિસ્તારમાં અસામાજિક તત્વોએ ખુલ્લી તલવારો ઉછાળી હતી. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં વાહનોમાં તોડફોડ કરી હતી, નરોડામાં વાહનમાં તોડફોડ કરી અને પોલીસની પીસીઆર વેન સો મીટર દૂરથી પસાર થઇ હતી, તો પણ પોલીસે અસામાજિક તત્વો પર કાર્યવાહી નહોતી કરી. આ ઘટના પછી લોકો પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવે છે. ત્યારે પોલીસ અસામાજિક તત્વોને પકડી કાર્યવાહીના નામે રોડ પર તેમનું સરઘસ કાઢી, અસામાજિક તત્વોમાં પોલીસનો ડર બતાવે છે, તેવું લોકોને બતાવે છે. ત્યારે આવી જ ઘટના બનાસકાંઠામાંથી સામે આવી છે.

શું છે સમગ્ર મામલો ?

બનાસકાંઠાના ડીસામાં આંગડિયા પેઢીમાં લૂંટની ઘટના સામે આવી હતી. થોડાક દિવસ પહેલા આંગડિયા પેઢીમાં કામ કરતા કર્મચારીના થેલામાં 46.75 લાખ લઈને આંગડિયાની ઓફિસે જતા હતા. ત્યારે તેમને રસ્તામાં અજાણ્યા શખ્સોએ રોકીને દેશી કટ્ટો બતાવી પૈસા થી ભરેલો થેલો ચોરી ભાગી ગયા હતા. આ ઘટના પછી પોલીસે તપાસ કરી હાથ ધરી હતી, અને 7 આરોપીઓને પોલીસે પકડયા હતા. પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવતા, પોલીસ સ્ટેશનથી લઈને શહેરના મુખ્યમાર્ગો પર આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું.

આ ઘટના પછી પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યાં છે?

પોલીસ દ્વારા ચોરી, તોડફોડ જેવા ગુનાઓમાં પકડાયેલા આરોપીઓના પોલીસ જાહેરમાં સરઘસ કાઢે છે. પણ દુષ્કર્મના કેસના આરોપીઓ, ઘણા બધા કેસમાં આરોપીઓ તો ભાજપના નેતાઓ છે. જે આરોપીઓ આવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હોય છે , તેમનું પોલીસ દ્વારા જાહેરમાં સરઘસ કાઢવામાં આવતું નથી. પોલીસ ચોરી જેવા ગુનાઓમાં આરોપીઓને તાત્કાલિક ધોરણે પકડી પાડે છે. પણ દુષ્કર્મ જેવા ગુનાઓમાં પોલિસ આરોપીઓને તાત્કાલિક ધોરણે પકડતી નથી. ત્યારે લોકો જ કહી રહ્યા કે, બે ઘટનાઓમાં પોલીસે અલગ અલગ કાર્યવાહી કરે છે. એક ઘટનામાં ઝડપથી કાર્યવાહી કરે અને બીજી ઘટના કે જેમાં આરોપીઓમાં મોટા માથાના નામ હોય ત્યાં કાર્યવાહી કરતી નથી. ત્યારે પોલીસ માત્ર આ પ્રકારે પોતાની આબરૂ બચાવવા માટે સરઘસ કાઢતી હોય તેવું લાગી રહ્યું છે. પોલીસે આવા લુખ્ખા તત્વો સામે આનાથી વધુ કડક કાર્યવાહી કરે, તો જ આ અપરાધીઓમાં પોલીસનો ખોફ બેસે અને આવી ઘટનાઓ બનતી બંધ થાય.

આ પણ વાંચોBhima Dula Odedra : પોરબંદરના કુખ્યાત ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરાના ફરી જામીન મંજુર, પ્રોહિબિશનના કેસમાં પણ કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા

Read More

Trending Video