Banaskantha : બનાસકાંઠામાં લોકો હવે નવા જિલ્લા માટે ફરિયાદ કરી શકશે, રવિવારે પણ પ્રાંત કચેરી ચાલુ રહેશે

January 31, 2025

Banaskantha : નવા વર્ષે બનાસકાંઠાનું વિભાજન કરીને નવો જિલ્લો થરાદ-વાવ બનાવવામાં આવ્યો, તેને એક મહિનાથી વધુ સમય થયો છતાં પણ , સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યાં છે. દિયોદર, ધાનેરા ને નવા જિલ્લામાં જવું નથી, તેને લઈને લોકો દ્વારા વિરોધ પ્રદર્શન અને ધરણા કરવામાં આવી રહ્યાં છે. સરકાર ને પણ લાગી રહ્યું છે, કે સ્થાનિક લોકો અને, સ્થાનિક નેતાઓ સાથે વિચાર -વિમર્શ કર્યા વગર જલ્દીમાં બનાસકાંઠાનું વિભાજન કરવામાં આવ્યું છે. સરકાર પણ લોકોના વિરોધને શાંત કરવા માટે પગલાં ભરી રહી છે. આજે બનાસકાંઠાના કલેક્ટર દ્વારા નવા જિલ્લાને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

બનાસકાંઠાના કલેકટરએ મહત્વનો નિર્ણય જાહેર કરતા કહ્યું કે, નવા જિલ્લાના વિભાજનને લઈને રજૂઆત અથવા ફરિયાદ નાગરિકો કરી શકશે. ગામ અને તાલુકાના અરજદારો જે તે પ્રાંત અધિકારીને રજૂઆતો કરી શકશે. 2 ફેબ્રુઆરી સુધી લેખિત ફરિયાદ અને અરજી કરી શકશે. 2 ફેબ્રુઆરીએ રવિવાર છતાં, પણ પ્રાંત કચેરી ચાલુ રહેશે, નવા જિલ્લાની રજૂઆત અને ફરિયાદ લોકો કરી શકશે.

સરકાર હવે લોકોના સુચનો અને ફરિયાદો સાંભળીને જિલ્લા વિભાજનને લઈને નવો નિર્ણય જાહેર કરશે. સરકાર આટલા સમય પછી જાગી, જિલ્લા વિભાજનના સમયે જ, સ્થાનિક લોકોને સાથે રાખીને આ નિર્ણય લીધો હોત તો, આટલો બધો વિવાદ ન થાત.

આ પણ વાંચો : Amreli Case : અમરેલી લેટરકાંડના ત્રણેય આરોપીઓ પહોંચ્યા ગાંધીનગર, DGP અને નિર્લિપ્ત રાયને કરી લેખિત રજૂઆત

Read More

Trending Video