પાલનપુર નિર્માણાધીન પુલ ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે. પાલનપુર આરટીઓ સર્કલ નજીક નિર્માણાધિન ઓવરબ્રિજ ધરાશાઈ થયો છે. પુલના કામકાજ દરમિયાન આ ઘટના સર્જાઈ છે. આ ઘટનામાં બે-ત્રણ રિક્ષાઓ દટાઈ હોવાનું સામે આવ્યું છે જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનીના અહેવાલ સામે આવ્યા નથી. જાણકારી મુજબ પાલનપુર નેશનલ હાઇવે પર થતાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ લાવવા માટે મોટા પાયે બ્રિજના નિર્માણ થઈ રહ્યાં છે. ઘટના બનતા કોન્ટ્રાક્ટર પણ ઘાયબ થઈ ગયો હોવાનું સામે આવ્યું છે.
પાલનપુર ઓવરબ્રિજ ધરાશાયી
પાલનપુર ઓવરબ્રિજ ધડાકા સાથે ધરાશાઈ થયો હતો. જૂના આરટીઓ ઓફિસથી અંબાજી જતા ઓવર બ્રિજનો કેટલોક ભાગ તૂટ્યો હતો. ઓવરબ્રિજ તૂટતાં તેની કામગીરી અને મોનીટરીંગ પર સવાલ ઉભા થઈ રહ્યા છે. જાણકારી મુજબ બે જેટલી રિક્ષાઓ કાટમાળમાં દબાઈ ગઈ છે. ઘટનાને પગલે તંત્ર દ્વારા રાહત કામગીરી હાલ શુ કરવામા આવી છે. ઓવરબ્રિજનો એક ભાગ તૂટી પડતા ત્રણ વ્યક્તિ કાટમાળમાં દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામા આવી રહી છે. ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.