Banaskantha : બનાસકાંઠા સરહદે પાકિસ્તાની ઘૂષણખોર ઠાર, ચેતવણી છતાં ઘુસવાના પ્રયત્ન બાદ BSFએ કરી કાર્યવાહી

May 24, 2025

Banaskantha : દેશમાં જ્યારથી ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવ્યું ત્યારથી ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધમાં સતત તણાવ વધી રહ્યો છે. આ સાથે જ દેશની સીમાઓ પર સતત સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ હવે દેશની સરહદો પર કે દેશની અંદરથી કોઈ પાકિસ્તાન સાથે જોડાયેલા હોય તેના પર ભારત સરકાર સતત તવાઈ બોલાવી રહી છે. આજે ભારત પાકિસ્તાન બોર્ડર પરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતની બનાસકાંઠા સરહદે પાકિસ્તાની ઘુષણખોરી કરતા ઝડપાયો હતો. BSFની ચેતવણી છતાં ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. BSFએ પહેલા ઘૂસણખોરને ચેતવણી આપી હતી. ચેતવણી છતાં ઘૂષણખોરીનો પ્રયાસ કરતા BSFએ એ પાકિસ્તાનીને ઠાર માર્યો હતો.

Read More

Trending Video