banaskantha: બનાસકાંઠામાં ખુબ મોટા પ્રમાણમાં બટાકાની (Potatoes) ખેતી થાય છે. હાલ બનાસકાંઠામાં (banaskantha) ખેડૂતોને બટાકાનું ઉત્પાદન પણ ખુબ સારુ મળ્યું છે તેમજ હજુ પણ 30 ટકા બટાકા કાઢવાના બાકી છે. પરંતુ હવે સ્થિતિ તે સર્જાઈ છે કે, બટાકાનો સંગ્રહ કરવા માટેના કોલ્ડ સ્ટોરેજો ખુટી પડ્યા છે બનાસકાંઠામાં કોલ્ડસ્ટોરેજો ફૂલ થઈ ગયા છે. જેથી ખેડૂતોને બટાકા ક્યાં રાખવા તેની ચિંતા ઉભી થઈ છે. કોલ્ડ સ્ટોરેજ ફૂલ થઈ જતા હવે જે ભાવ તેમાં તાત્કાલિક બટાકા વેચી દેવાની ફરજ પડી છે. ત્યારે હવે ખેડૂતો માટે સાંસદ ગેનીબેન ઠાકોર (MP Geniben Thakor) મેદાને આવ્યા છે. ગેનીબેન ઠાકોરએ કૃષિમંત્રી રાઘવજી પટેલને (Raghavji patel) પત્ર લખ્યો છે અને તેમણે બનાસકાંઠા જિલ્લામાં કોલ્ડ સ્ટોરેજો પર નિયંત્રણ કરી ખેડુતો માટે બટાકાની ખેત પેદાશ માટે સ્ટોરેજની વ્યવસ્થા કરવા માટેની માંગ કરી છે.
સાંસદ ગેનીબેન ઠાકોરે કૃષિ મંત્રીને લખ્યો પત્ર
ગેનીબેને પત્રમાં લખ્યું છે કે, બનાસકાંઠા જિલ્લો સમગ્ર ગુજરાત રાજયમાં બટાકાની ખેતી સૌથી વધુ ખેતી કરતો અને ઉત્પાદન કરતો જિલ્લો છે. તેમજ દર વર્ષ બટાકાની ખેતી માટે ડીસા તાલુકો ગુજરાત રાજયમાં અગ્રણી તાલુકો છે. હાલમાં બટાકાના પાકને કોલ્ડ સ્ટોરેજમાં મુકવા માટે ખેડુતોને જગ્યાઓ મળતી નથી.ખાનગી કોલ્ડ સ્ટોરેજો ઉપર સરકારનું કોઈ નિયંત્રણ ના હોવાના કારણે કોલ્ડ સ્ટોરેજના માલિકો ખાનગી સંગ્રાહખોરી કરનારા વેપારીઓને એડવાન્સ બુકિંગ કરી જગ્યાના હોવાના બહાના કાઢી ખેડુતોને બટાકા રાખવાની જગ્યા ન હોવાનું જણાવી તેમનો કોઈ માલ સ્ટોરેજમાં રાખવાની ના પાડે છે. આ ઉપરાંત ખાનગી ચીપ્સ કંપનીઓ પણ કોલ્ડ સ્ટોરેજ એડવાન્સમાં બુકીંગ કરાવી દઈ નાના અને સીમાંત ખેડુતો માટે જગ્યાઓ આપતા નથી. જેના કારણે આવા નાના ખેડુતોનો માલ બગડી જવાના બીકે સસ્તામાં વેચી દેવાના અને ફેંકી દેવાના કિસ્સાઓ ભુતકાળમાં બનેલા છે. અને ભવિષ્યમાં બનવાની પુરે પુરી સંભાવના છે.
ગેનીબેન ઠાકોરે સરકાર પાસે કરી આ માંગ
ગેનીબેન ઠાકોરે માંગ કરી છે કે, કૃષિ વિભાગ ધ્વારા આ બાબતે કોઈ પોલીસી નક્કી કરી જાહેરાત કરે અને દરેક કોલ્ડ સ્ટોરેજમાં 50 % જગ્યા અનામત રાખી આવા ખેડુતોને મદદ કરી શકાય અને ખેડુતો દ્વારા જે બટાકાની ખેતી દ્વારા કરવામાં આવેલ ઉપજને સારી કિંમતો મળે તે માટે યોગ્ય પગલા લેવામાં આવે.
કોલ્ડ સ્ટોરેજ પર નિયંત્રણ કરી, ખેડૂતોના બટાટા સ્ટોર થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે.સંગ્રહખોરી થાય છે,જેના કારણે ખેડૂતોને નુકસાન વેઠવું પડે છે.
કોલ્ડ સ્ટોરેજ માટે એક સ્પષ્ટ નીતિ નક્કી કરવામાં આવે અને તેમાં 50% સ્ટોરેજ માત્રા ખેડૂતો માટે અનામત રાખવામાં આવે. @RaghavjiPatel pic.twitter.com/XPtOqhbDh7
— Geniben Thakor (@GenibenThakor) March 20, 2025
આ પણ વાંચો : Banaskantha:બુટલેગરોની હિંમત તો જુઓ ! રેડ કરવા ગયેલી પોલીસની સામે પડ્યા બુટલેગરો અને પછી…