Ganiben Thakor meets Amit Shah in Delhi : લોકસભા ચૂંટણી 2024માં ગુજરાતમાં એકમાત્ર કોંગ્રેસ પક્ષ વિજેતા સાંસદ ગેનીબેન ઠાકોરએ (Ganiben Thakor) નવી દિલ્હીમાં (Delhi) સંસદ ભવન ખાતે ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) સાથે મુલાકાત કરી હતી. જેના ફોટો હાલ સામે આવ્યા છે. આ મુલાકાત અંગે ગેનીબેન ઠાકોરએ પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને માહિતી આપી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ગુજરાતના બોર્ડરના ત્રણ જિલ્લા “બનાસકાંઠા, કચ્છ અને પાટણ” આ ત્રણ જિલ્લાની સમસ્યાને લઈને તેમની સાથે વાતચીત કરી હતી.
ગેનીબેન ઠાકોરએ અમિત શાહ સાથે શું કરી ચર્ચા ?
સાંસદ ગેનીબેન ઠાકોરે દિલ્હીમાં ગૃહ મંત્રી અમીત શાહ સાથે કરી મુલાકાત કર્યા બાદ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી લખ્યું છે કે, આજ રોજ તારીખ 31/7/2024 ના રોજ “સાંસદ ભવન”માં દેશના ગૃહ મંત્રી માનનીય અમિત શાહ સાહેબને મળીને ગુજરાતના બોર્ડરના ત્રણ જિલ્લા “બનાસકાંઠા,કચ્છ અને પાટણ” આ ત્રણ જિલ્લાના બોર્ડરના ગામોમાં ભારત સરકારના ગૃહ વિભાગ મારફત બી.એ.ડી.પી. ની “બોર્ડર એરીયા ડેવલોપમેન્ટ પ્રોગ્રામ” હેઠળ ગ્રાન્ટ આપવામાં આવતી તે 2020 થી બંધ કરવામાં આવેલ છે, તો ગ્રાન્ટ આ ત્રણ જિલ્લાઓને આપવા માટે અને નવા ગામ “બોર્ડર એરિયામાં” સમાવેશ થાય તે માટે રૂબરૂ મળીને લેખિતમાં અને મૌખિક રજૂઆત કરી.
આ પણ વાંચો : Anshuman Gaekwad Passes Away : દિગ્ગજ ક્રિકેટર અને પૂર્વ કોચ અંશુમાન ગાયકવાડનું નિધન, જાણો આ મહાન ખેલાડી વિશે