Ganiben Thakor Rajkot became a member of AIIMS : બનાસકાંઠાના (banaskantha) સાંસદ ગેનીબેન ઠાકોરને (Ganiben Thakor) ભારત સરકારના (Government of India) આરોગ્ય વિભાગ (Department of Health) તરફથી વધુ એક જવાબદારી આપવામાં આવી છે. ગેનીબેન ઠાકોરને રાજકોટ AIIMSના સભ્ય બનાવવામાં આવ્યા છે. સાથે જ રાજકોટના AIIMSના સભ્ય પદે રહી દર્દીઓની સારવારમાં અગ્રેસર રહો તેવી શુભેચ્છાઓ ભારત સરકારના આરોગ્ય વિભાગ તરફથી આપવામાં આવી છે. સાંસદ ગેનીબેન ઠાકોરને રાજકોટ AIIMS ના સભ્ય બનાવતા કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા ગેનીબેન ઠાકોરને ,સોશિયલ મીડિયાના માધ્યમથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
Ganiben Thakor અને Parashottam Rupala Rajkot AIIMS ના સભ્ય બન્યા
રાજકોટ AIIMS ખાતે કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા સાંસદ ગેનીબેન ઠાકોર અને પરષોત્તમ રૂપાલાની સદસ્ય તરીકે નિમણુંક કરવામાં આવી છે. મહત્વનું છે કે, ગેનીબેનના સદસ્ય બનવાથી હવે ઉત્તર ગુજરાતના લોકોને પણ આરોગ્ય ક્ષેત્રે રાજકોટ આવી ઉત્તમ સુવિધાઓ મેળવવામાં અનુકૂળતા રહેવાની છે.
ગેનીબેન ઠાકોરની AIIMSના પદ નિમણૂકને લઈને સ્થાનિક રાજકીય વર્તુળોમાં ખુશી
ઉલ્લેખનીય છે કે, આ વખતે લોકસભાની 2024ની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરએ ભાજપના ઉમેદવારને નજીવા માર્જિનથી હરાવી જીત મેળવી હતી. તેઓ કોંગ્રેસના ગુજરાતમાંથી એકમાત્ર સાંસદ છે. ગેનીબેનની જીતથી ગુજરાતમાં કોંગ્રેસી કાર્યકર્તાઓમાં નવો જુસ્સો ભરાયો છે. ત્યારે ગેનીબેન ઠાકોરની AIIMSના પદ નિમણૂકને લઈને સ્થાનિક રાજકીય અને આરોગ્ય વર્તુળોમાં હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. ઘણા લોકોએ આશા છે કે, AIIMSના પદ પર રહીને ગેનીબેન ઠાકોર દર્દીઓની સેવામાં અગ્રેસર રહેશે.
આ પણ વાંચો : Vadodara: વડોદરા-હાલોલ રોડ પર પાંચ વાહન એક સાથે અથડાયા, દંપતીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત