Banaskantha: ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં પાણીની તંગીને લઈને સિંચાઈ માટે ખેડૂતોને મુશ્કેલી પડતી હોય છે. અને ખેડૂતો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆત પણ કરવામાં આવતી હોય છે. ત્યારે આજે વડગામ (Vadgam) અને પાલનપુર ( Palanpur) તાલુકાના ખેડૂતો પાણીની અછતને લઈને મેદાને આવ્યા છે. ખેડૂતો આજે પાણીની અછતને લઈને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને (Jignesh Mevani) સાથે રાખીને કલેક્ટર કચેરીએ પહોંચ્યા છે. ધારાસભ્ય જીગ્નેશ મેવાની હંમેશા સ્થાનિક લોકોના પ્રશ્નો, ખેડૂતોના પ્રશ્નો, મહિલાઓ અને દલિતોના પ્રશ્નો લઈને મદદ માટે હંમેશા આગળ આવતા હોય છે.ત્યારે ખેડૂતોએ જીગ્નેશ મેવાણીને સાથે રાખીને કલેક્ટરને રજૂઆત કરી હતી.
ખેડૂતોના પ્રશ્નોને લઈને જીગ્નેશ મેવાણી આકરા પાણીએ!
જીગ્નેશ મેવાણીએ ખેડૂતોના પાણીના પ્રશ્ને કહ્યું કે, વડગામના અને પાલનપુરના પશુપાલકો,અને ખેડૂતોની માંગણી હતી, આ વિસ્તારના તળાવમાં નર્મદાનું પાણી લાવવામાં આવે. 192 કરોડનો પ્રોજેક્ટ અમે વિધાનસભામાં લડીને મંજુર કરાવ્યો હતો. પાટણથી નર્મદા નદીની લાઈન જે મુક્તેશ્વર ડેમ સુધી પહોંચે છે, પણ વચ્ચેના ગામમાં આવતા 17 તળાવો માં પાણી નહીં ભરવાનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા કરોડોનો ખર્ચો કરવામાં આવ્યો છે, તો પણ આ 17 તળાવમાં પાણી ભરવામાં આવી રહ્યું નથી, તારે આજે અમે કલેકટરને રજૂઆત કરવા માટે આવ્યા છીએ. ત્યારે રાજ્ય સરકાર , સિંચાઈ વિભાગની સાથે જ આ પ્રોજેક્ટના અધિકારીઓ આ પ્રશ્નોને લઈને કોઈ નિર્ણય નહીં કરે, તો આવતા દિવસોમાં અમે ઉગ્ર આંદોલન કરશું. સરકાર દ્વારા જલ્દીમાં જલ્દી આ 17 તળાવો ભરવામાં આવે અને ભૂગર્ભ જળ જે નીચે ખૂબ જ ઉતરી ગયું છે, તે પાણીનું સ્તર ઊંચું આવે.
Banaskantha : નર્મદાના નીરથી વંચિત વડગામના ખેડૂતો માટે જીગ્નેશ મેવાણી મેદાને#banaskantha #viralvideo #JigneshMevani #FarmersProtest #NarmadaRiver #Nirbhaynews @jigneshmevani80 pic.twitter.com/9C6o1AFScQ
— Nirbhaynews (@nirbhaynews1) January 10, 2025
આ પણ વાંચો : ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણને લઈને મોટા સમાચાર, આ તારીખ સુધી થઈ શકે છે વિસ્તરણ