Banaskantha :જૈન સમાજની બેઠકમાં ગેનીબેન ઠાકોરનું નિવેદન, ‘મારો ભાઈ હોય તો પણ પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરે…’

August 21, 2024

Banaskantha : ભાભરમા (Bhabhar) જૈન સાઘ્વીની (Jain sadhvi) છેડતીના પ્રયાસનો મામલો ખુબ ગરમાયો છે. આ ઘટનાને લઈને જૈન સમાજમાં (Jain samaj) ભારે આક્રોશ છે. આ મામલે હવે બનાસકાંઠાના (banaskantha) સાંસદ ગેનીબેન ઠાકોર (geniben thakor) મેદાનમાં આવ્યા છે. ગઈ કાલે પણ તેમને આ અંગે નિવેદન આપ્યું હતુ જેમાં તેમણે જૈન સાધ્વીની છેડતી કરવા મામલે કડક કાર્યવાહીની માંગ કરી હતી. ત્યારે આજે ફરી એક વાર ગેનીબેન ઠાકોરે આ મામલે મોટું નિવેદન આપ્યું છે.

જૈન સાઘ્વીની છેડતી મામલે જૈન સમાજની બેઠક

ગતરાત્રે ભાભરમા જૈન સાઘ્વીની છેડતીના પ્રયાસ મામલે મળી સ્થાનિકો અને જૈન સમાજ લોકોની બેઠક મળી હતી. આ બેઠકમાં સાંસદ ગેનીબેન ઠાકોર જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા હાજર રહ્યા હતા. જેમાં ગેનીબેન ઠાકોર અને જીલ્લા પોલીસ વડા અક્ષયરાજે જૈન મહિલાની છેડતી મામલે મહત્વનું નિવેદન આપ્યું હતું.

ગેનીબેન ઠાકોરએ સમાજ અને પોલીસને કરી આ અપીલ

ગેનીબેને આ ઘટનાને કડક શબ્દોમાં વખોડી હતી અને કહ્યું કે, હુ સાંસદ તરીકે નહીં પરંતુ એક મહિલા તરીકે આવી છું આ ઘટના અત્યંત દુખદાયક છે. ગુજરાતમાં કોઈ મહિલા સાથે આવી ઘટના બની હોય તો હુ હંમેશા તેના માટે અગાળ આવી છું. ભાભરમાં કોઈ પણ મહિલાની છેડતીની ઘટના બની હોય તો હુ તેમા ફરિયાદીની સાથે ઉભી રહું છું. ગેનીબેને લોકોને વિનંતી કરતા કહ્યું કે, મહાભારતનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, દ્રોપદીના ચીર હરણ સમયે બધા ચુપ હતા તો તેમને પણ ભોગવવું પડ્યું હતુ અને આપણે ચુપ રહીશુ તો આપડે પણ ભોગવવું પડશે. ત્યારે રામાયણનો ઉલ્લે કરતા તેમણે કહ્યુ કે, આપણે ખીસકોલીની જેમ મહિલાને ન્યાય અપાવવામા મહત્વની ભૂમિકા અદા કરવી જોઈએ. આમ ઘટના બાદ ભોગ બનનાર અને સમાજ પોલીસને સાથ સહકાર આપે તેવી ગેનીબેન ઠાકોરે ટકોર કરી હતી. તેમજ વધુમાં તેમણે કહ્યું કે, આમાં રાજકારણ ન કરવું જોઈએ, પક્ષાપક્ષીથી પર રહીને આગળ આવવા અપીલ કરી હતી. વધુમાં તેમણે કહ્યુ કે, આવી ઘટનાઓમાં મારો ભાઈ હોય તો પણ કડકમાં કડક કાર્યવાહી પોલીસ કરે તેવી મારી વિનંતી છે.

જીલ્લા પોલીસ વડા અક્ષયરાજે આપ્યું નિવેદન

જીલ્લા પોલીસ વડા અક્ષયરાજે બેઠકમાં જૈન સમાજને ખાત્રી આપી હતી કે,આરોપીઓને જલ્દી ઝડપી લેવામાં આવશે વધુમાં તેમણે કહ્યું કે, પોલીસે અલગ અલગ ટીમો બનાવી જૈન સાઘ્વીની છેડતીનો પ્રયાસ કરનાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. LCB. SOG અને ડોગ સ્કોટની ટીમ સહિત પાંચ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. અને બન્ને આરોપીઓના પોલોસે સ્કેચ જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો : Gandhinagar: ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આજથી શરૂ થશે, કાળા જાદૂ વિધેયક, ભૂતિયા શિક્ષકો સહિતના મુદ્દે થશે ચર્ચા

Read More

Trending Video