ભાજપ ઉમેદવાર મુકશે પરંતુ તેની પાસે કોઈ પાવર નહીં હોય, તે પાણી પણ ઉપરના નેતાને પૂછીને પીવે છે : ગેનીબેન ઠાકોરે ભાજપ પર સાધ્યુ નિશાન

October 21, 2024

Banaskantha : બનાસકાંઠાની (Banaskantha) હાઈ પ્રોફાઈલ બેઠક વાવ (vav) બેઠકમાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે. વાવ બેઠકની પેટા ચૂંટણી માટે 13 નવેમ્બરના રોજ મતદાન અને 23 નવેમ્બરે પરિણામ આવવાનું છે. વાવ વિધાનસભા બેઠક પર ત્રિપાંખિયો જંગ સર્જાશે. ત્યારે આ પેટાચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પ્રચાર-પ્રસાર અને ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.ત્યારે આજે વાવ પેટાચૂંટણી માટે કોંગ્રેસે સેન્સ લેવાની કામગીરી હાથ ધરી છે.આ માટે પ્રભારી સુભાસીની યાદવ, બલદેવજી ઠાકોર, ચંદનજી ઠાકોર અને રઘુ દેસાઈ કોંગ્રેસની કારોબારી બેઠકમાં ભાગ લેવા માટે વાવ પહોંચ્યા હતા. આ કારોબારી બેઠક પૂર્ણ થયા બાદ ઇચ્છુંક ઉમેદવારોના સેન્સ લેવાશે ત્યારે કોંગ્રેસની સેન્સ પ્રક્રિયાને લઇ ઇચ્છુંક ઉમેદવારો વાવ પહોંચ્યા છે. કોંગ્રેસ કારોબારીની બેઠકમાં ગેનીબેને ઉમેદવારની પસંદગી લઈને મોટું નિવેદન આપ્યું છે.

ગેનીબેને કોંગ્રેસના ઉમેદવાર મુદ્દે શું કહ્યું?

ગેનીબેને કારોબારીમાં કહ્યું કે “વાવ વિધાનસભાના મતદારોએ 2024 ની લોકસભાની ચૂંટણી ગરીબ દીકરીને જીતાડી છે. મારા માટે કોંગ્રેસના બધા કાર્યકરો અને આગેવાનો સરખા છે. કોઈ ઉમેદવાર માટે વ્યક્તિગત ભલામણ નહીં કરું, પરંતુ વાવ-સુઈગામ અને ભાભરની જનતા જે કહેશે તેના માટે મોવડી મંડળને ભલામણ કરીશ. મેં આજ સુધી કોઈ વ્યક્તિની ટિકિટ માટે ભલામણ કરી નથી. ઉમેદવાર મુદ્દે પ્રદેશ કોંગ્રેસ ના આગેવાનો, નિરીક્ષકો અને મોવડી મંડળ જે નિર્ણય કરશે તે માન્ય રહેશે. કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોને કહ્યું, કોઈ પણ વ્યક્તિને પક્ષ ટિકિટ આપે તેને જીતાડજો, અને ટિકિટ ન મળે ટોપ કોઈ પક્ષના કાર્યકર્તા કે નેતાઓ નારાજ ના થતા. ભાજપ ઉમેદવાર મુકશે પરંતુ તેની પાસે કોઈ પાવર નહીં હોય, તેની પાસે કોઈ ઓથોરિટી નહીં હોય. ભાજપના ઉમેદવારને પાણી પણ પીવું હોય તો, ઉપરના નેતાને પૂછીને પાણી પીવે છે.

વાવ બેઠક પર ભાજપ- કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ

લોકસભામાં હાર મેળવ્યા બાદ ભાજપ આ બેઠક કોઈપણ ભોગે જીતવા માંગે છે. આમ આ બેઠક ભાજપ માટે નાકનો સવાલ છે, તો કોંગ્રેસ માટે વર્ચસ્વની લડાઈ બની ગઈ છે. હવે ભાજપ ગેનીબેનના ગઢમાં ગાબડું પાડવા એડીચોટીનું જોર લગાવવા તૈયાર છે. ત્યારે આ બેઠક પર, ભાજપ જીતશે કે પછી કોંગ્રેસ પોતાનું વર્ચસ્વ જાળવી રાખશે તે જોવાનું રહ્યું.

આ પણ વાંચો :  પાણી બાબતે મંત્રીને રજુઆત કરી તો દલિત સમાજનાં આગેવાન સામે થઈ ફરિયાદ ! ‘આપ’ નેતા ગોપાલ ઇટાલીયા અને રાજુ કરપડાએ સરકાર પર કર્યા આકરા પ્રહાર

Read More

Trending Video