Banaskantha: કોંગ્રેસના (Congress) ગેનીબેન ઠાકોરે (Geniben thakor) લોકસભાની ચૂંટણીમાં (Loksabha Election) બનાસકાંઠા (Banaskantha) બેઠક પરથી જીત મેળવી હતી. હવે તેઓ દિલ્હીમાં સાંસદ તરીકે બનાસકાંઠાનું પ્રતિનિધિત્વ કરશે.જેથી હવે તેઓ તેમનું ધારાસભ્ય પદ છોડશે આજે તેઓ વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપશે. ત્યારે ગેનીબેનની રાજીનામાં બાદ વાવ બેઠકના ધારાસભ્ય પદ માટે દાવેદારોની ચર્ચા ચાલી રહી છે જેમાં ભાજપ અને કોંગ્રેસ બંન્ને આ સીટ પર મજબુત દાવેદારની પસંદગી કરવાની કવાયતમાં લાગી ગયા છે.
ગેનીબેન ઠાકોર આજે રાજીનામું આપશે
ગેનીબેન ઠાકોરને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગેનીબેન ઠાકોર આજે રાજીનામું આપવાના છે.ત્યારે તેમની ખાલી પડેલી વાવ બેઠક પર હવે ધારાસભ્ય કોણ હશે તેને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. હવે કઈ પાર્ટી કોની પસંદગી કરે છે તે અંગે અટકળો શરુ થઈ છે.
કોંગ્રેસમાંથી વાવ બેઠક માટે મજબુત દાવેદાર કોણ ?
ગેનીબેને લોકસભામાં બનાસકાંઠાની સીટ પર ભવ્ય જીત મેળવતા હવે તેમની વાવ વિધાનસભા બેઠક ખાલી થઈ છે. ત્યારે હવે આ બેઠક પર સૌ કોઈની નજર મંડાયેલી છે. ટુક સમયમાં આ બેઠક પરથી પેટા ચૂંટણી પણ યોજવાની છે.ત્યારે ઘણા લોકો આ બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છાઓ પણ વ્યક્ત કરી રહ્યા છે.જેમાં કોંગ્રેસમાંથી એક મજબુત દાવેદાર ગુલાબસિંહ રાજપુત પણ છે. નિર્ભય ન્યુઝ સાથે વાત કરતા ગુલાબસિંહ રાજપુતએ વાવ અને થરાદનો નાતો જણાવી, વાવ વિધાનસભાથી પોતાની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
ભાજપમાં દાવેદાર કોણ ?
જો ભાજપની વાત કરવામાં આવે તો ભાજપ લોકસભામાં તો બનાસકાંઠાની સીટ હારી ગયું, પરંતુ વાવ વિધાનસભાની આ બેઠક ભાજપ કોઈ કાળે જવા નહીં દેવા માંગે જેથી કહેવામા આવી રહ્યુ છે કે, આ સીટ પર ભાજપ આ વખતે મજબુત ઉમેદવાર હશે તેને જ તક આપશે . કહેવામા આવી રહ્યુ છે કે, લોકસભાની ચૂંટણીમાં શંકર ચૌધરીને ભાજપે જે રીતે જવાબદારી સોંપી હતી. તે રીતે પેટાચૂંટણીમાં પણ ભાજપ શંકર ચૌધરી ને જવાબદારી આપી શકે છે જો કે હજુ કહી શકાય તેમ નથી.
ગુજરાત વિધાનસભામાં ભાજપની સીટો 161 થઈ
ઉલ્લેખનીય છે કે, તાજેતરમા યોજાયેલી પેટા ચૂંટણીમાં તમામ બેઠકો પર ભાજપ જીતતા અત્યારે ગુજરાતમાં ભાજપની સીટો 161 થઈ છે. જો કે ભાજપ પોતાનું સંખ્યા બળ વધારવા એડીચોટીનું જોર લગાવશે.
ક્યારે યોજાશે પેટા ચૂંટણી ?
જાણકારી મુજબ સ્થાનિક સ્વરાજની ચૂંટણી સાથે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ શકે છે જેમાં વાવ અને વિસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી થશે.