Banaskantha : ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો રંગ જામ્યો છે. આગામી 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. જે બાદ હવે રોડ રસ્તાઓથી લઇ અને અનેક માંગો ઉઠી રહી છે. અને જો જનતાની એ માંગો પુરી કરવામાં નહિ આવે તો
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ડુંગરાસણ ઓગડપુરા ગામમાં મૂળભૂત સુવિધા તરીકે પાકા રસ્તાની માંગ લાંબા સમયથી ચાલી રહી છે. છતાં અનેક રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. ગામથી આકોલી સુધીનો કાચો માર્ગ વર્ષોથી બિસ્માર હાલતમાં છે, જેના કારણે દૈનિક જીવન પ્રભાવિત થઈ રહ્યું છે.
ગામમાં શાળા, આંગણવાડી, વિજ વિભાગ તેમજ 100થી વધુ ઘરો હોવા છતાં રસ્તો ન હોવાને કારણે લોકો ખાસ કરીને વિદ્યાર્થીઓ, મહિલાઓ અને વૃદ્ધોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વરસાદી મોસમમાં સ્થિતિ વધુ વિકટ બની જાય છે.
Banaskantha ના ઓગડપુરાના લોકોએ કેમ ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી ? | Nirbhaynews#Banaskantha #congress #bjpgujarat #aapgujarat #Localelections #Gujaratnews #Nirbhaynews pic.twitter.com/2HsPTXHakL
— Nirbhaynews (@nirbhaynews1) April 8, 2026
આ પરિસ્થિતિથી કંટાળી ગામના યુવાનો અને રહેવાસીઓએ એકઠા થઈ ઓગડજી મહારાજના મંદિરે “રોડ નહીં તો વોટ નહીં”નો સંકલ્પ લીધો છે. 100થી વધુ યુવાનો આ કાર્યક્રમમાં જોડાયા હતા. તેમણે સ્પષ્ટ ચીમકી આપી છે કે જો પાકો રોડ નહીં બને તો તેઓ આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરશે.
ગ્રામજનોની આ ચીમકી સ્થાનિક પ્રશાસન માટે ચેતવણી સમાન છે. હવે જોવાનું રહ્યું કે સરકાર આ મુદ્દે કેટલું ઝડપી પગલું ભરે છે અને ગામને જરૂરી સુવિધા પૂરું પાડે છે.
આ પણ વાંચો : RBI Repo Rate : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી, રેપો રેટ 5.25% પર યથાવત