Banaskantha BJP : ભાજપના હવે વહેતા પાણી શરૂ થયા છે. અને એ જ જગ્યા પર જ્યાં ભાજપને એવી હાર મળી છે કે ભાજપ ન તો કંઈ બોલી શકે એમ છે ન તો કંઈ કરી શકે. કારણ કે એક દબંગ લેડી ભાજપની 25 જીતેલી બેઠક પર ભારે પડી છે. અને બસ ત્યારથી જ ભાજપનો સમય ખરાબ ચાલી રહ્યો છે. ત્યારે ગઈકાલે ભાજપની ડીસા નગરપાલિકામાં એક સાથે 16 રાજીનામાં પડ્યા છે. જે બાદ બનાસકાંઠામાં રાજકીય બબાલ શરુ થઇ ગઈ છે.
ભાજપે લોકસભા ચૂંટણીમાં 26 બેઠક જીતવાનો દાવો કર્યો હતો. પરંતુ અફસોસ 25 જ મળી. પણ 25 ની ભાજપને ખુશી નથી જેટલી એક બેઠક ગુમાવ્યાનું દુ:ખ છે. ભાજપના 25 સાંસદોની તમે ક્યાંય ચર્ચા સાંભળી નહી હોય. જેટલી તમે એક કોંગ્રેસની જીતેલી બેઠક બનાસકાંઠાની અને બનાસની સિંહણ ગેનીબેનની સાંભળી હશે. હવે શંકર ચૌધરી શું કરશે ? કારણ કે ચુંટણી સમયે બહુ સાંભળ્યું હતું કે શંકર ચૌધરી આ બેઠક ભાજપને અપાવીને રહેશે. પરંતુ તેવું ના થયું એવું. કારણ કે ભાજપનું જ અંદરો અંદરનું જૂથ ભાજપને જ હરાવવા મથી રહ્યું હતું. ફરી એકવાર ભાજપનો જ આંતરીક કલેશ સામે આવ્યો છે. ભાજપ શાસિત ડીસા નગરપાલિકાના 16 ચેરમેને શહેર ભાજપ મહામંત્રીને રાજીનામાં ધરી દીધા છે. નગરપાલિકાના ઉપપ્રમુખ સહિત વિવિધ 16 સમિતિઓના ચેરમેનોએ ડીસા પાલિકા પ્રમુખ સામે વિરોધને લઈને રાજીનામા આપ્યા છે. તેમનો આક્ષેપ છે કે ડીસામાં વિકાસના કામો થતા નથી અને ચેરમેન અથવા કોર્પોરેટરોના કામો થતા નથી.
ડીસા નગરપાલિકામાં મેન્ડેડ ને આધારે પ્રમુખ સંગીતા દવેની વરણી કરાઈ હતી ત્યારથી જ ઉપપ્રમુખ સહિત ચેરમેનોએ પ્રમુખ નો વિરોધ શરૂ કર્યો હતો અને જે તે સમયે આઠ કોર્પોરેટરો એ રાજીનામાં પણ ધરી દીધા હતા. ભાજપ પક્ષનો વિરોધ કરવાની ભાજપના કોર્પોરેટરોને ટેવ પડી ગઈ હોવાનું પાલિકા પ્રમુખ સંગીતા દવે કહી રહ્યા છે. ડીસા ભાજપના ધારાસભ્ય પ્રવીણ માળી પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યા જિલ્લા ભાજપના મહામંત્રી કનુભાઈ વ્યાસ આ તમામ આગેવાનો ડીસાના છે પરંતુ ડીસામાં જ ભાજપમાં ઉકળતો ચરૂ છે અને તે તેને ડામવામાં આ આગેવાનો નિષ્ફળ નીકળ્યા છે અને જેને કારણે ડીસા ભાજપનો આંતરિક કલેહ હવે સપાટી પર પહોંચ્યો છે.
હવે ભાજપ શું કરશે એ જોવાનું છે. કારણ કે સીધી ટક્કર છે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે. કારણ કે હમણા વચ્ચે જ ગોવા રબારી અને માવજી દેસાઈ વચ્ચેનો અણબનાવ સામે આવ્યો હતો. હવે દિલ્હીમાંથી જ સીધુ શંકર ચૌધરીને ક્યાંક તેડું ન આવે. કારણ કે શંકર ચૌધરી બનાસકાંઠાના મોટા રાજનેતા કહેવાય છે. એ જો ભાજપનો અંદરો અંદરનો ડખો શાંત ન કરાવી શકે તો પછી ભાજપ તેનું શું કરે એ પણ જોવાનું કારણ કે એકવાર તો શંકર ચૌધરી ખોટા પડ્યા છે. પોતાની વાત પર હવે વાવ પેટાચૂંટણી આવે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે. જો આમ જ બનાસકાંઠામાં ભાજપ પડતી રહેશે તો શંકર ચૌધરી પર લટકતી તલવાર આગામી દિવસોમાં આવી શકે છે.
આ પણ વાંચો : Gujarat Rain Alert : ગુજરાતમાં ચોમાસુ ફરી સક્રિય, સૌરાષ્ટ્રવાસીઓ વરસાદ બગડશે સાતમ આઠમના લોકમેળાઓ