Banaskantha: એકતરફ કોલકત્તા દુષ્કર્મ કેસનો (Kolkata Doctor Rape Murder Case) મામલો હાલ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે તેને લઈને મહિલાઓની સુરક્ષાને (Women security) લઈને સવાલો ઉઠી રહ્યા છે ત્યારે ગુજરાતમાં (Gujarat) પણ મહિલાઓ સુરક્ષિત ન હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. બનાસકાંઠાના (Banaskantha) ભાભરમાં (Bhabhar) જૈન સાધ્વીજીની (Jain sadhvi) છેડતીનો પ્રયાસ(molestation) કરવામા આવ્યો હોવાની ઘટના સામે આવી છે. બનાસકાંઠાના ભાભરમાં ભરબપોરે કામ અર્થે બહાર નીકળેલી સાધ્વીજીની બે અજાણ્યા લોકોએ છેડતી કરી હતી. જોકે સાધ્વીએ બુમાબુમ કરતા છેડતી કરનાર અજાણ્યા બે લોકો ભાગી છૂટ્યા હતા. ત્યારે આ ઘટનાને લઈને સમાજમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે આ મામલે બનાસકાંઠાના (Banaskantha) સાંસદ ગેનીબેન ઠાકોરએ (geniben thakor) પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે આ મામલે રોષ વ્યક્ત કરતા આ શખ્સો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
ભાભરમાં જૈન સાધ્વીની છેડતી મામલે ગેનીબેન આક્રમક
આજે ભાભર જૈન સમાજના આગેવાનો સાથે મુલાકાત કરતાં ફાયર બ્રાંડ સાંસદ ગેનીબેન ઠાકોરે સાધ્વીજીની છેડતીનો પ્રયાસ કરનાર આરોપીઓને તાત્કાલિક 24 કલાકમાં ઝડપી પાડવા પોલીસને કડક શબ્દોમાં અલ્ટીમેટમ આપ્યુ હતું. ગેનીબેનને કહ્યું કે, જૈન સાધ્વીની છેડતી કરનારા અસામાજિક તત્વોને વહેલામા વહેલી તકે પોલીસ પકડે તેવી પોલીસ તંત્ર પાસે અપેક્ષા રાખુ છે. વધુમાં તેમણે કહ્યું કે આ રાજ્યમાં ધર્મ પણ સુરક્ષિત નથી. દેશમાં કોઈ પણ જગ્યાએ આવી ઘટના બને તો તેનો વિરોધ હોવોજ જોઈએ પણ હુ અપેક્ષા રાખુ છે કે, આ સાધ્વી સાથે જે ઘટના બની છે તેમાં ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાની જવાબદારી હોય વિવધ સંગઠનો સાધ્વીના સમર્થનમાં આવે અસમાજિક તત્વોને સજા મળે તેના માટે વિરોધ કરવો પડે તો વિરોધ કરી સરકાર સુધી તેનો અવાજ પહોચાડીશું. ગૃહવિભાગ વહેલામાં વહેલું મક્કમ રીતે પગલા લઈ અને આ અસમાજિક તત્વોને ડામવાનું કામ કરે તેવી અપેક્ષા રાખુ છું.
શું હવે ધર્મ પણ સુરક્ષિત નથી ?
ઉલ્લેખનીય છે કે, આ પહેલા ભરૂચ અને સુરેન્દ્રનગરમાં પણ જૈનો સાથે દુઃખદ ઘટનાઓ થઈ ચૂકી છે. ત્યારે સવાલ તે થાય છે કે, શું આ દેશમાં ધર્મ પણ સુરક્ષિત નથી ?આ દુર્ભાગ્ય કહેવાય, તંત્રની નિષ્ક્રિયતા કે ઉપેક્ષાભાવ? મહિલાઓની સુરક્ષાને લઈને આટલા બધા સવાલો ઉઠી રહ્યા છે ત્યારે તંત્ર શુ કરી રહ્યું છે ?
આ પણ વાંચો : Kolkata Rape Murder Case: સુપ્રિમ કોર્ટે ડોક્ટરો માટે ટાસ્ક ફોર્સની રચના કરી, તબીબોને કામ પર પાછા ફરવાની કરી અપીલ