Banaskantha :આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah)ગુજરાતમાં (Gujarat) આવી પહોંચ્યા છે.અમિત શાહ આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. આ બે દિવસ દરિયાન તેઓ અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપશે. ત્યારે આજે તેમણે ગાંધીનગર ખાતે 102મા આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિતે કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ અમિત શાહ બનાસકાંઠાના (Banaskantha) થરાદ (Tharad) તાલુકાના ચાંગડા ગામે (chanda) સહકારી પાયલટ પ્રોજેકટની મુલાકાત લઈ દૂધ ઉત્પાદક મહિલાઓને ઝીરો ટકા વ્યાજના Rupay કાર્ડનું વિતરણ કર્યું હતું. આ સાથે અમિત શાહે સહકારી માળખા તરફથી મળતી સેવાઓનું નિરિક્ષણ કરીને સહકારી સેવાઓ કઈ રીતે ઉપયોગી થાય તેનું નિરિક્ષણ કર્યું હતું.
બનાસડેરીના હોદ્દેદારો સાથે અમિત શાહની ગુપ્ત બેઠક
કેન્દ્રિય મંત્રી અમિત શાહ આજે બનાસકાંઠાની મુલાકાતે આવ્યા હતા. અમિત શાહે ચાંગડા ગામે બનાસ ડેરીના ડિરેકટર મંડળ સહીત આગેવાનો સાથે ગુપ્ત બેઠક કરી હતી. ત્યારે બંધ બારણે થયેલી આ ગુપ્ત બેઠકમાં શંકર ચૌધરી તેમજ બનાસ ડેરીના ડિરેકટર મંડળ સહીત આગેવાનો સાથે બેઠક કરી હતી.
આગામી ચૂંટણીની રણનિતી અંગે ચર્ચા
લોકસભાની ચૂંટણીમાં ભાજપે 25 બેઠક બેઠકો પર જીત મેળવી છતા ભાજપમાં ખુશી દેખાઈ ન હતી જ્યારે કોંગ્રેસ ગુજરાતમાં માત્ર એક બેઠક જીત્યું તેમ છતા કોંગ્રેસમાં નવો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભાજપને 25 બેઠકો જીતવા કરતા 1 બેઠક પર હારવાનું દુ ખ વધારે હતું. લોકસભાની ચૂંટણીમાં હાર મળવા બાબતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે નિવેદન આપ્યુ હતુ કે, અમારાથી કોઈ કસર રહી ગઈ હશે જેના કારણે અમે બનાસકાંઠા બેઠક હારી ગયા ત્યારે અમે આ તમામની સમીક્ષા કરીને આગામી ચૂંટણીમાં ફરી જીત મેળવીશું.
જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટે ભાજપે કમર કસી
લોકસભાની ચૂંટણીમાં ભાજપ બનાસકાંઠા બેઠક હારી ગયું છે ત્યારે આગામી સમયમા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આ ચૂંટણીઓમાં જીતવા માટે ભાજપે કમર કસી લીધી છે. અમિત શાહ જે ભાજપની રણનિતિના ચાણક્ય કહેવાય છે તેઓએ આ બેઠકમાં આગામી ચૂંટણીઓને લઈને આગેવાનો સાથે આગામી ચૂંટણીની રણનિતી અંગે ચર્ચા કરી હોવાનું કહેવાય છે. લોકસભાની ચૂંટણીમાં હાર મળ્યા બાદ ભાજપ આ ચૂંટણીમાં એડીચોટીનું જોર લગાવશે.
શંકર ચૌધરી આ વખતે ભાજપને જીત અપાવવામાં કેટલા સફળ થશે ?
બનાસકાંઠા જિલ્લો પશુપાલન પર આધિરિત હોવાથી અહીં બનાસ ડેરીમાં શંકર ચૌધરીના વર્ચસ્વને લઈને ભાજપ શંકર ચૌધરીને બનાસકાંઠાની જવાબદારી સોંપે છે. ત્યારે હવે જોવું રહ્યું કે, શંકર ચૌધરી લોકસભામાં ભાજપને જીત ન અપાવી શક્યા પરંતું જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપને જીત અપાવવામાં તેઓ સફળ થાય છે કે,નહીં ?
આ પણ વાંચો : Ahmedabad: દિલ્હીમાં ગયા બાદ સાંસદ ગેનીબેન ઠાકોર નવા ઉત્સાહમાં, રેખા ચૌધરીના ટોણાનો આપ્યો જવાબ