Banaskantha : બનાસકાંઠા વિભાજન બાદ ચોતરફ વિરોધના સૂર ઉઠ્યા, ઓગડ જિલ્લાની માંગ સાથે આજે યોજાઈ બાઈક રેલી

January 16, 2025

Banaskantha : નવા વર્ષની શરૂઆત સાથે રાજ્ય સરકારે બનાસકાંઠા (Banaskantha) જિલ્લાનું વિભાજન કરીને વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે આ જાહેરાત બાદ બાદ ત્રણ તાલુકામાં વિરોધનો સુર ઉઠ્યો હતો. જેમા દિયોદર, ધાનેરા અને કાંકરેજના લોકોએ આ નિર્ણયને વખોડી કાઢ્યો છે. ત્યારે દિયોદરના લોકો આજે ઓગળ જિલ્લાની મેગ સાથે રસ્તા પર ઉતર્યા હતા. દિયોદરના લોકો બનાસકાંઠાનું વિભાજન થયું ત્યારથી ઓગડ જિલ્લાની માંગણી કરી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી ઓગડ જિલ્લાની માંગને લઈને ત્યાંના સ્થાનિક લોકો ધરણા કરી રહ્યા છે. આજે દિયોદરને ઓગડ જિલ્લો બનાવવાની માંગ સાથે લોકોએ બાઈક રેલીનું આયોજન કર્યું હતું.

બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઇને આજે 16મા દિવસે પણ વિરોધ યથાવત છે. દિયોદર તાલુકાને ઓગડ જીલ્લો બનાવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન, મોટી સંખ્યામાં લોકો બાઈક રેલીમાં જોડાયા. દિયોદરના ખેડૂતો, વ્યાપારીઓ, સમાજિક અને રાજકીય આગેવાનો સહિત તમામ લોકો એકત્રિત બાઈક અને ગાડીઓ લઇને રેલીમાં જોડાયા હતા. દિયોદરની બજારમાં રેલી સ્વરૂપે ફરી, ત્યારબાદ ઓગડ થળી પહોંચી હવન કર્યો હતો. ભાજપ સરકારને ઓગડજી મહારાજ સદબુદ્ધિ આપે તે હેતુથી હવન કરવામાં આવ્યો હતો.

બનાસકાંઠા જિલ્લા વિભાજનને બે અઠવાડિયા કરતા વધુ સમય થઈ ગયો છતાં લોકો વિરોધ કરી રહ્યા છે. તે દર્શાવે છે, કે સરકારે જિલ્લા વિભાજન પહેલા લોકોને વિશ્વાસમાં લીધા નહોતા. ત્યારે જોવાનું રહ્યું કે, આ વિરોધ કેટલા દિવસ ચાલે છે, અને સરકાર ત્યાંના સ્થાનિક ભાજપના નેતાઓને વિરોધ શાંત કરવા મેદાનમાં ઉતારે છે, કે નહિ?

આ પણ વાંચોKuber Dindor : ગાંધીનગરમાં શિક્ષણમંત્રી કુબેર ડીંડોરનું મોટું નિવેદન, શિક્ષકોની ભરતીને લઈને કર્યું મોટું એલાન

Read More

Trending Video