Bagdana ના આગેવાન નવનીત બાલધીયા પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. અને જે બાદ આ મામલે નવનીત બાલધીયાએ માયાભાઇ આહિરના દીકરા જયરાજ આહીર પર આ હુમલો કરાવ્યાનો આરોપ લગાવ્યા છે. અને તે બાદ સમગ્ર ગુજરાતનો કોળી સમાજ એક થયો અને સતત વિરોધ કરી રહ્યો છે. આ પહેલા મંત્રી પરષોત્તમ સોલંકી અને ધારાસભ્ય હીરા સોલંકીએ બગદાણાની બબાલ મામલે મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી. અને તે બાદ હવે આજે કોળી સમાજના આગેવાન એવા ‘મોટાભાઈ’ પરષોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી ગાડીઓના કાફલા સાથે નવનીત બાલધીયાને મળવા પહોંચ્યા હતા. દિવ્યેશ સોલંકીએ કહ્યું કે, મુખ્યમંત્રીને મળ્યાને SITની રચના કરવામાં આવી, SIT નિષ્પક્ષ તપાસ કરી આરોપીઓને સજા આપવશે. ઘટનાને 13 દિવસ વીત્યા છતાં પીડિતને હજુ ન્યાય મળ્યો નથી.
Bagdana Controversy : બગદાણાના પીડિત નવનીતભાઈને મળ્યા પરષોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકી#BagsanaControversy #Bagdana #DivyeshSolanki #ParshottamSolanki #Viralvideo #Nirbhaynews pic.twitter.com/xkQamCunq2
— Nirbhaynews (@nirbhaynews1) January 10, 2026