ગતરોજ LVP ગરબામાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી વડોદરા પહોંચ્યા હતા. તેઓ અમદાવાદની કથા પૂર્ણ કરી વડોદરા પહોંચ્યા હતા. જ્યાં તેમને ટૂંકા સંબોધનમાં અનેક વાતોને આવરી લીધી હતી. તેમની હાજરીને પગલે ખેલૈઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બાબાએ મધ્યરાત્રિ પહેલા ગરબા વિરામ દરમિયાન 8 મિનિટથી વધુ સમય માટે ગરબા જોનારાઓને સંબોધિત કર્યા અને ભીડને સંબોધતા સનાતન ધર્મની પ્રશંસા કરી. અને વિધર્મીઓ પર પ્રહાર કર્યા હતા.
વડોદરામાં બાબા બાગેશ્વરનું સંબોધન
વડોદરાના જાણીતા અને રાજવી પરિવાર તથા અન્ય દ્વારા આયોજિત લક્ષ્મી વિલાસ ગરબા મહોત્સવમાં બાગેશ્વર ધામના જાણીતા ધીરેન્દ્ર શાસ્ત્રીજી આવી પહોંચ્યા હતા. જ્યાં તેમણે ખેલૈયાઓ તથા આયોજકોને સંબોધીને પોતની વાત મૂકી હતી. તેમણે જણાવ્યું કે, ‘ભારત હિન્દૂ રાષ્ટ્ર કી જય, વડોદરા વાસીઓ તમે કેમ છો ! મજામાં. હું અમદાવાદથી કથા કરીને મને આજ્ઞા મળી કે તમારે વડોદરા આવવાનું છે. હું ઘોખાથી વડોદરા આવી ગયો. અમદાવાદમાં કથા ચાલી રહી હતી. મારે પઠાણકોટ જવાનું હતું. હેરિટેજ ગરબા મહોત્સવમાં અમારા પ્રિય યતીનજી બોલ્યા ગુરુજી 5 મિનિટ માટે આવી જાઓ. તો મેં કહ્યું ચલો પગલન કા જગાહ ચલ લે. અને હનુમાનજીની કૃપાથી આવી ગયા’.
સનાતન ધર્મને લઈને કહી આ વાત
તેમણે વધુમાં જણાવ્યું કે, ગરબા મહોત્સવમાં પવન પર્વ પર અહીંયા છું. હું હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરું છું. તમારી આવી ઉર્જા બરકરાર રહે. અને ભારત હિન્દૂ રાષ્ટ્ર ઘોષિત થઈ જાય. એક વાત કહું નફરત નહિ હમ પ્રેમ કે આદિ હૈ, ગર્વ સે કહો હમ હિન્દુત્વ વાદી હૈ. ગરબા મહોત્સવના આયોજકોને કહેવું કે, “આવતા વર્ષે ગરબાના પ્રવેશ દ્વાર પર ગંગાજળની કેન મુકો, જેથી ધર્મ વિરોધી શુદ્ધ થઈ સનાતની બનીને આવે”. ભારત બાબરનું નહિ પણ રઘુવરનું છે. હવે ભારતમાં બજરંગબલીનું ચાલશે. ભારત રામનું છે, દીકરી સીતા છે, કણ કણ માં રામ છે, દીકરા રામ છે. પહેલા ગરબા થતા હતા. બીજા ધર્મના લોકો આવતા, કહેતા ભાઈ ચારો છે, અમને પૂછ્યું ભાઈચારામાં શુ કરવું છે ? મેં કહ્યું ભાઈચારો જ કેમ બહેનચારો પણ થવા દો, તમે પણ પરિવારને લઈને આવો. ગરબા થવા દો. અમે કોઈના વિરોધી નથી. પણ પોતાના ધર્મને લઈ કટ્ટર છીએ. જે સનાતન માટે નથી બોલતા તે મરેલા છે જે સનાતનનું સાંભળીને ચૂપ છે તે કાયર છે. ભારત રઘુવીરનું છે.