Ayodhya : રામ જન્મભૂમિને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો કોણે કર્યો ફોન?

પોલીસે આ ધમકી ભર્યો કોલ કરનાર આઠમા ધોરણના વિદ્યાર્થીની ધરપકડ કરી હતી

September 20, 2023

રામનગરી અયોધ્યામાં (Ayodhya) નિર્માણાધીન રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. યુપી ડાયલ 112 પર કોલ કરીને આ ધમકી આપવામાં આવી હતી. ધમકી મળતા જ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. આ અંગે બરેલી પોલીસને જાણ કરવામાં આવી છે.

રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

પ્રાપ્ત જાણકારી મુજબ અયોધ્યામાં (Ayodhya) બની રહેલા રામ મંદિરને (Ram temple) બોમ્બથી ઉડાવી દેવાની ધમકી (threat) આપવામાં આવી છે. યુપી 112 પર ધમકી ભર્યો કોલ આવ્યા બાદ ભારે ખળભળાટ મચી ગયો છે. આ અંગે માહિતી મળતાની સાથે જ બરેલી પોલીસ એક્શનમાં આવી હતી અને ગણતરીના કલાકોમાં જ આરોપી સુધી પહોંચી ગઈ હતી. પોલીસે આ ધમકી ભર્યો કોલ કરનાર આઠમા ધોરણના વિદ્યાર્થીની ધરપકડ કરી હતી. અને આ સગીર વિદ્યાર્થીની પૂછપરછ કરવામા આવી રહી છે.

પોલીસ તપાસમાં થયો ખુલાસો

તપાસ બાદ પોલીસે ધોરણ 8માં ભણતા વિધાર્થીને કસ્ટડીમાં લીધો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન વિધાર્થીએ જણાવ્યું કે તેણે યુટ્યુબ પર એક વીડિયો જોયો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે 21 સપ્ટેમ્બરે રામ મંદિરને ઉડાવી દેવામાં આવશે. તેણે આ માહિતી આપવા માટે 12 પર ફોન કર્યો હતો.

પોલીસે ગણતરીના સમયમાં આરોપીને ઝડપ્યો

પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના મંગળવારે સાંજે લગભગ 5 વાગ્યાની આસપાસ બની હતી. જેમાં એક વ્યક્તિએ યુપી 112 માં ફોન કરીને કહ્યું કે તેને માહિતી મળી છે કે 21 સપ્ટેમ્બરે અયોધ્યાના રામ મંદિર પર બોમ્બથી હુમલો કરવામાં આવશે. જેથી પોલીસ ફોન કરનાર પાસેથી આ વિશે વધુ માહિતી મેળવવા માંગતી હતી, પરંતુ તેણે કોલ ડિસ્કનેકટ કરી દીધો. આ પછી પોલીસ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો હતો, આ બાબતની જાણ તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવી હતી.

Read More

Trending Video