Ayodhya : અયોધ્યામાં રામ મંદિરની (Ayodhya Ram Temple) સુરક્ષા માટે તૈનાત વિશેષ સુરક્ષા દળના (SSF) જવાનનું શંકાસ્પદ સંજોગોમાં ગોળી વાગતાં મોત થયું હતું. આ ઘટના બુધવારે સવારે 5.25 વાગ્યાની આસપાસ બની હતી. આ સૈનિકનું નામ શત્રુઘ્ન વિશ્વકર્મા છે અને તેની ઉંમર 25 વર્ષ છે. ગોળી કેવી રીતે વાગી તે હજુ સ્પષ્ટ થયું નથી. માહિતી મળતાં જ આઈજી-એસએસપી સહિત અનેક ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
સુરક્ષામાં તૈનાત SSF જવાનનું મોત
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સવારે રામ મંદિર પરિસરમાં ગોળીબારનો અવાજ આવ્યો અને જ્યારે સુરક્ષાકર્મીઓ દોડી આવ્યા તો તેમણે જોયું કે સૈનિકને ગોળી વાગી હતી અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હાલત નાજુક બનતા તેને ટ્રોમા સેન્ટરમાં રીફર કરવામાં આવ્યો હતો. ત્યાં ડોક્ટરોએ સૈનિકને મૃત જાહેર કર્યો.
ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે
અયોધ્યામાં રામ મંદિરની સુરક્ષા માટે તૈનાત સ્પેશિયલ સિક્યોરિટી ફોર્સના જવાનને ગોળી વાગી હતી જ્યારે તે VIP ગેટ પર ફરજ પર હતો. માહિતી મળતા જ આઈજી, એસએસપી સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ગોળી કેવી રીતે ફાયર કરવામાં આવી તે અંગે તપાસ ચાલુ છે.
આ પણ વાંચો : Rahul Gandhi Birthday: રાહુલ ગાંઘીનો 54 મો જન્મ દિવસ, જાણો તેમના વિશે કેટલીક રસપ્રદ વાતો