Ayodhya Bomb Threat : યુપીના અયોધ્યામાં રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. રામ મંદિર ટ્રસ્ટને ઈમેલ મોકલીને રામ મંદિર પર હુમલાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તમિલનાડુના એક વ્યક્તિએ રામ મંદિર ટ્રસ્ટને એક ઈમેલ મોકલીને મંદિર પર હુમલાનો ભય વ્યક્ત કર્યો છે. રામ મંદિરની સુરક્ષા અંગેની આ માહિતી મેઇલ દ્વારા મોકલવામાં આવી છે, ત્યારબાદ પોલીસ અને ગુપ્તચર વિભાગે તપાસ શરૂ કરી છે.
સાયબર પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી
રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળવાથી હંગામો મચી ગયો છે અને અયોધ્યાના સાયબર પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. સાયબર સેલ આ મામલાની તપાસ કરી રહ્યું છે. ગયા સોમવારે રાત્રે રામ જન્મભૂમિ ટ્રસ્ટના મેઇલ પર ધમકીભર્યો મેઇલ મળ્યો હતો. તેમાં લખ્યું હતું કે મંદિરની સુરક્ષા વધારો.
ધમકીભર્યા મેઇલ મળ્યા બાદ મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. અયોધ્યાની સાથે, બારાબંકી અને અન્ય પડોશી જિલ્લાઓમાં પણ તકેદારી વધારી દેવામાં આવી છે. રામ જન્મભૂમિ ટ્રસ્ટ કાર્યાલયના એકાઉન્ટ ઓફિસર મહેશ કુમારે આ કેસ દાખલ કર્યો છે.
આ પણ વાંચો : Gujarat Weather : ગુજરાતના આ 4 જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, તાપમાન ફરી 40 ડિગ્રીને પાર કરશે