Auction Of PM Modi Gifts: PM Modi ને મળેલી 600 થી વધુ ભેટોની હરાજી આજથી શરૂ, જાણો કિંમત

September 17, 2024

Auction Of PM Modi Gifts: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસ (PM Modi birthday) નિમિત્તે મળેલી 600 થી વધુ ભેટોની હરાજી (Auction) મંગળવારથી શરૂ થઈ રહી છે. આ હરાજી 2 ઓક્ટોબર એટલે કે મહાત્મા ગાંધીની જન્મજયંતિ સુધી ચાલશે. પેરાલિમ્પિક મેડલ વિજેતાઓના પગરખાં અને અન્ય વસ્તુઓથી લઈને રામ મંદિરની પ્રતિકૃતિ અને ચાંદીની વીણા સુધી, તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી ભેટો અને સ્મૃતિચિહ્નોમાં સામેલ છે જેની હરાજી કરવામાં આવી રહી છે.

PM મોદીને મળેલી 600 થી વધુ ભેટોની હરાજી આજથી શરૂ

સાંસ્કૃતિક પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતે સોમવારે જણાવ્યું હતું કે હરાજી માટે મૂકવામાં આવનારી આ વસ્તુઓની કુલ મૂળ કિંમત લગભગ 1.5 કરોડ રૂપિયા હશે.શેખાવતે દિલ્હીમાં નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટમાં વડાપ્રધાન દ્વારા મળેલા સ્મૃતિચિહ્નો દર્શાવતા પ્રદર્શનની મુલાકાત લીધી હતી. બાદમાં તેમણે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ ભેટોની હરાજી માટેની મૂળ કિંમત સરકારી સમિતિ દ્વારા નક્કી કરવામાં આવે છે અને કિંમતો લઘુત્તમ રૂ. 600 થી મહત્તમ રૂ. 8.26 લાખ સુધીની હોય છે. સંસ્કૃતિ મંત્રીએ કહ્યું, ‘આપણા વડાપ્રધાને તેમને મળેલી તમામ ભેટ અને સંભારણુંની હરાજી કરવાની નવી સંસ્કૃતિ શરૂ કરી છે. તેઓ મુખ્યમંત્રી તરીકે પણ આ કામ કરતા હતા.

કેટલી વખત થઈ હરાજી ?

મંત્રીએ કહ્યું, ‘ વડાપ્રધાન મોદીને જે ભેટો મળે છે તે લોકોને હરાજી દ્વારા પાછી આપવામાં આવે છે અને હરાજીમાંથી મળેલી રકમનો ઉપયોગ ‘ગંગાની સફાઈ’ના ઉમદા હેતુ માટે કરવામાં આવે છે. શેખાવતે કહ્યું કે આ પ્રકારની હરાજી છઠ્ઠી વખત કરવામાં આવી રહી છે અને તેના દ્વારા એકત્ર થનારું ભંડોળ રાષ્ટ્રીય ગંગા ફંડમાં દાન કરવામાં આવશે. આ વખતે વડાપ્રધાન મોદી દ્વારા છેલ્લા એક વર્ષમાં ભેટ તરીકે મળેલી લગભગ 600 વસ્તુઓની હરાજી કરવામાં આવશે. આ ભેટ pmmementos.gov.in પર જઈને ખરીદી શકાય છે.

જાણો વસ્તુઓની કિંમત  ?

જેની આધાર કિંમત સૌથી વધુ રાખવામાં આવી છે તેમાં પેરાલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા નિત્યા શ્રી સિવાન અને સુકાંત કદમના બેડમિન્ટન રેકેટ અને સિલ્વર મેડલ વિજેતા યોગેશ ખાતુનિયાની ‘ડિસ્કસ’નો સમાવેશ થાય છે. તેમની મૂળ કિંમત લગભગ 5.50 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. પેરાલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા અજીત સિંહ અને સિમરન શર્મા અને સિલ્વર મેડલિસ્ટ નિષાદ કુમાર દ્વારા ગિફ્ટમાં આપેલા શૂઝ સિવાય સિલ્વર મેડલ વિજેતા શરદ કુમાર દ્વારા હસ્તાક્ષર કરાયેલી કેપની બેઝ પ્રાઈસ લગભગ 2.86 લાખ રૂપિયા રાખવામાં આવી છે.

રામ દરબારની મૂર્તિની કિંમત રૂ. 2.76 લાખ

રામ મંદિરની પ્રતિકૃતિ જેની કિંમત રૂ. 5.50 લાખ છે, મોરની પ્રતિમા જેની કિંમત રૂ. 3.30 લાખ છે, રામ દરબારની પ્રતિમા જેની કિંમત રૂ. 2.76 લાખ છે અને ચાંદીની વીણા જેની કિંમત રૂ. 1.65 લાખ છે. વસ્તુઓનો સમાવેશ થાય છે. સૌથી ઓછી મૂળ કિંમતની ભેટોમાં કોટન અંગવસ્ત્રમ, ટોપી અને શાલનો સમાવેશ થાય છે, જેની કિંમત રૂ. 600 છે. હરાજી 17 સપ્ટેમ્બર, વડાપ્રધાન મોદીના જન્મદિવસે શરૂ થશે અને 2 ઓક્ટોબરે સમાપ્ત થશે.

આ પણ વાંચો :  અરવિંદ કેજરીવાલ આજે આપશે રાજીનામું, કોણ બનશે દિલ્હીના નવા મુખ્યમંત્રી?

Read More

Trending Video