વડોદરામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ, ગોરવામાં શ્રીજીના આગમન પહેલા નીકળતી શોભાયાત્રા પર પથ્થરમારો

August 24, 2024

Stone Pelting in Vadodara : સંસ્કારીનગર વડોદરામાં (Vadodara) ફરી કોમી અથડામણણની ઘટના સામે આવી છે. ગુરુવારે રાત્રે વડોદરામાં શ્રીજીની આગમન યાત્રા પર વિધર્મીઓ દ્વારા પથ્થરમારો (Stone Pelting) કરવામાં આવ્યો હતો. શહેરના ગોરવા મધુનગર રોડ પર ડીજે સાથે વાજતે ગાજતે જતી શ્રીજીની આગમન યાત્રા પર પથ્થરમારો થયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ અહીં આવી પહોંચી હતી અને સ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.

Stone Pelting in Vadodara

ગણેશજીની આગમન યાત્રા પર વિધર્મીઓનો પથ્થરમારો

મળતી માહિતી મુજબ ગત રાત્રિએ વડોદરા શહેરમાં કોરોડીયા ગામની શ્રીજીની આગમન યાત્રા વાંચતે ગાચતે યંગસ્ટર ગ્રુપ દ્વારા પંચવટી સર્કલથી થઈ મઘુનગર ચાર રસ્તા પર પસાર થઈ રહી હતી ત્યારે ડી જે વાગતું હતુ તે દરમિયાન અજાણ્યા ઇસમોએ પથ્થર મારો અને બૂમાબૂમ થતી હતી આ દરમિયાન કેટલાક લોકો દ્વારા શ્રીજીની સવારી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારો થતા અહીં નાસભાગ મચી હતી. આ દરમિયાન બંન્ને જૂથ સામ સામે આવી ગયા હતા અને બીજા પર સામ સામે પથ્થરમારો કરાતા સ્થિતિ વધુ વણસી હતો. ટોળા દ્વારા વાહનોનમાં તોડફોડ પણ કરવામા આવી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

Stone Pelting in Vadodara

ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી મામલો થાળી પાડ્યો

પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર પહોચી સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. પોલીસનો બંદોબસ્ત હોવા છતાં પથ્થરમારાની ઘટના બની હતી. પોલીસની હાજરીમાં જ પથ્થરમારાની ઘટના બની હતી . આ ઘટના જાણ પોલીસ ને જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી મામલો થાળી પાડ્યો હતો અને શ્રીજીની પ્રતિમાનાને પોલીસ બંદોબસ્ત સાથે ગણપતિના પંડાર સુધી પહોંચાડી હતી આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી .

આ પણ વાંચો :  rajkot : સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો વિધિવત ખુલ્લો મુકાયો, MLA રિવાબા જાડેજા, મેયર સહીતના પદાધિકારીઓએ લીધી રાઈડ્સની મજા

Read More

Trending Video