Balochistanમાં પોલીસ ચોકી પર હુમલો, આતંકવાદીઓએ દારૂગોળા સાથે મોટરસાઇકલ પણ છીનવી લીધી

January 10, 2025

પાકિસ્તાનના અશાંત Balochistanપ્રાંતમાં શુક્રવારે હથિયાર બંધ આતંકવાદીઓએ પોલીસ ચોકી પર હુમલો કર્યો હતો. તેઓએ નજીકની સિમેન્ટ ફેક્ટરીની મશીનરી અને સાધનોને પણ આગ ચાંપી દીધી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના બલૂચિસ્તાનના મસ્તુંગ શહેરમાં બની હતી. જ્યારે આતંકવાદીઓ પોલીસ ચોકી પર હુમલો કરીને ભાગી રહ્યા હતા ત્યારે તેઓએ નજીકની સિમેન્ટ ફેક્ટરીમાં આગ લગાવી દીધી હતી.

એક પોલીસ અધિકારીએ પુષ્ટિ કરી કે આ હુમલો ત્યારે થયો જ્યારે સુરક્ષા કર્મચારીઓ પોલીસ ચોકીમાં ફરજ બદલી રહ્યા હતા. આતંકવાદીઓએ સિમેન્ટ ફેક્ટરીમાં બંદૂકો, દારૂગોળો, વાયરલેસ સેટ, મોટરસાઇકલ છીનવી લીધી અને સાધનોને આગ ચાંપી દીધી. તેમણે એમ પણ કહ્યું કે સુરક્ષાકર્મીઓ સ્થળ પર પહોંચે તે પહેલા જ આતંકીઓ ભાગી ગયા હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી.

BLA અને આર્મી વચ્ચે લાંબા સમયથી સંઘર્ષ ચાલુ

ગુરુવારે પ્રતિબંધિત અલગતાવાદી જૂથોના સભ્યો હોવાની શંકા ધરાવતા સશસ્ત્ર આતંકવાદીઓએ પણ બલૂચિસ્તાન પ્રાંતના દૂરના વિસ્તારમાં આવેલા ખુઝદારમાં આવો જ હુમલો કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે અહેવાલો અનુસાર આતંકવાદીઓએ એક બેંકમાં લૂંટ ચલાવી અને ત્યાંથી ભાગતા પહેલા એક પોલીસ સ્ટેશનને સળગાવી દીધું. અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં દરરોજ આવી ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે.

પાકિસ્તાન આર્મી અને બલૂચ લિબરેશન આર્મી (BLA) વચ્ચે વારંવાર ભીષણ અથડામણ જોવા મળે છે. આ પહેલા બુધવારે BLA લડવૈયાઓએ પોલીસ સ્ટેશનને આગ ચાંપી દીધી હતી. ધ બલુચિસ્તાન પોસ્ટ અનુસાર મોટી સંખ્યામાં સશસ્ત્ર લડવૈયાઓએ ઝેહરીમાં સરકારી ઓફિસો અને એક પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો. BLએ ખુઝદાર જિલ્લાના ઝેહરી નગરમાં બજાર પર હુમલો કર્યો.

આ દરમિયાન સરકારી ઈમારતો અને પોલીસ સ્ટેશનને આગ ચાંપી દેવામાં આવી હતી. જોકે આ ઘટનામાં કેટલું નુકસાન થયું છે તે સ્પષ્ટ થયું નથી. તાજેતરમાં બલૂચિસ્તાન પ્રાંતમાં BLA અને પાકિસ્તાની સેના વચ્ચે સંઘર્ષ વધ્યો છે. BLA લાંબા સમયથી પાકિસ્તાનથી અલગ બલૂચિસ્તાનની સ્વાયત્તતાની માંગ કરી રહ્યું છે.

આ પણ વાંચો: Myanmarની સેનાએ પોતાના દેશના સ્થાનિકો પર કર્યો હવાઈ હુમલો, 40 લોકોના મોત

Read More

Trending Video