Delhiના નવા મુખ્યમંત્રી બનશે Atishi, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય

September 17, 2024

Delhi :દિલ્હીના રાજકારણ સાથે જોડાયેલા આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આતિશીને ધારાસભ્ય દળની બેઠકમાં નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. એટલે કે આતિષી હવે દિલ્હીના નવા સીએમ બનશે. કેજરીવાલે ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો.

Delhiના નવા મુખ્યમંત્રી બનશે Atishi

આતિશી દિલ્હીના આગામી મુખ્યમંત્રી હશે. અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટી (AAP) ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. ધારાસભ્યો આ માટે સંમત થયા હતા.અગાઉ, આમ આદમી પાર્ટી (AAP) ની રાજકીય બાબતોની સમિતિ (PAC) ના નેતાઓએ દિલ્હીના આગામી મુખ્યમંત્રી તરીકે આતિશીનું નામ સૂચવ્યું હતું . સોમવારે (16 સપ્ટેમ્બર) PACની બેઠક યોજાઈ હતી.

આજે સાંજે કેજરીવાલ આપશે રાજીનામુ

અરવિંદ કેજરીવાલે રવિવારે (15 સપ્ટેમ્બર) મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. આ પછી તેઓ સાંજે લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાને મળશે અને રાજીનામું સોંપશે.

 દિલ્હીને મળ્યા ત્રીજા મહિલા મુખ્યમંત્રી

ઉલ્લેખનીય છે કે,  આતિશી દિલ્હીની ત્રીજી મહિલા સીએમ બનશે.આ પહેલા શીલા દીક્ષિત અને સુષ્મા સ્વરાજ દિલ્હીના સીએમ રહી ચૂક્યા છે.

આ પણ વાંચો : અમિત શાહે જનતા સમક્ષ રજૂ કર્યું મોદી સરકારના ત્રીજા કાર્યકાળના 100 દિવસનું રિપોર્ટ કાર્ડ, જાણો શું કહ્યું

Read More

Trending Video