Assembly Elections: આગામી ચૂંટણીઓને લઈને કોંગ્રેસની તડામાર તૈયારી, જમ્મુ-કાશ્મીરમાં મહત્વના પદાધિકારીઓને નિમણૂંકો કરી

August 17, 2024

Assembly Elections 2024: ગઈ કાલે ચૂંટણીપંચે (Election Commission) જમ્મુ કાશ્મીર  (Jammu and Kashmir) અને હરિયાણામાં (Haryana) ચૂંટણીની તારીખોની (Elections date) જાહેરાત કરી દીધી છે ત્યારે  આ રાજ્યોમાં યોજાનારી ચૂંટણીઓને લઈને કોંગ્રેસ  (Congress) એકશનમાં આવ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે (mallikarjun kharge) અલગ અલગ રાજ્યોમાં થનારી ચૂંટણીને ધ્યાને રાખી અલગ અલગ રાજ્યોમાં પ્રદેશ કોંગ્રેસની મહત્વની નિમણુંકો કરી છે.

જમ્મુ-કાશ્મીરમાં મહત્વના પદાધિકારીઓને નિમણૂંકો કરી

જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઇ ચૂકી છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ જમ્મુ-કાશ્મીર પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ તરીકે તારિક અહેમદ કરરાની નિમણુંક કરી છે. જયારે તારા ચાંદ અને રમન ભલ્લાને જમ્મુ કાશ્મીરના પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા છે. આ સાથે કોંગ્રેસે કેશવ મહતોને ઝારખંડના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે.

તારિક હમીદ કારા કોણ છે ?

જમ્મુ અને કાશ્મીરની વાત કરીએ તો, તારિક હમીદ કારા કોંગ્રેસ કાર્યકારી સમિતિના કાયમી આમંત્રિત સભ્ય તરીકે કામ કરી રહ્યા હતા, તેઓ જમ્મુ અને કાશ્મીર પ્રદેશ કોંગ્રેસ સમિતિના વિદાય લેતા પ્રમુખ વિકાર રસૂલ વાનીનું સ્થાન લેશે.

તાત્કાલિક અસરથી કોંગ્રેસે જમ્મુ અને કાશ્મીરમાં જવાબદારી સોંપી

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા સત્તાવાર રીતે જારી કરવામાં આવ્યું છે, એવું કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તાત્કાલિક અસરથી જમ્મુ અને કાશ્મીર પીસીસીના પ્રમુખ અને કાર્યકારી પ્રમુખોની નિમણૂક કરી છે. પીસીસીના અધ્યક્ષ તારિક હામિદ કારા હશે, જ્યારે કાર્યકારી અધ્યક્ષની જવાબદારી તારા ચંદ અને રમણ ભલ્લાને આપવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષે વિકાર રસૂલ વાનીને કોંગ્રેસ વર્કિંગ કમિટીના ખાસ આમંત્રિત સભ્ય તરીકે તાત્કાલિક અસરથી નિયુક્ત કર્યા છે. તારિક હમીદ કારાને કોંગ્રેસ વર્કિંગ કમિટીના કાયમી આમંત્રિત સભ્ય તરીકે તેમના વર્તમાન પદ પરથી મુક્ત કરવામાં આવ્યા છે.

જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ પાર્ટીએ કાઝી મોહમ્મદ નિઝામુદ્દીન નેશનલ મીડિયા કોઓર્ડિનેટર (કાશ્મીર) અને અમિતાભ દૂબેની નેશનલ મીડિયા કોઓર્ડિનેટર (જમ્મુ) તરીકે નિમણુંક કરી છે. જયારે ઓનિકા મેંહોત્રને કોઓર્ડિનેટર (જમ્મુ), અબ્બાસ હાફિઝ કોઓર્ડિનેટર (કાશ્મીર) તરીકે નિમણૂક કરી છે.

કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ જમ્મુ અને કાશ્મીરમાં પહેલીવાર યોજાશે વિધાનસભા ચૂંટણી

તમને જણાવી દઈએ કે કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ જમ્મુ અને કાશ્મીરમાં પહેલીવાર વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણી પંચે રાજ્યની 90 વિધાનસભા બેઠકો પર મતદાન માટે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. જમ્મુ-કાશ્મીરના લોકો 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે તેમની સરકારને પાંચ વર્ષ માટે પસંદ કરવા માટે મતદાન કરશે. સુરક્ષાની દૃષ્ટિએ સંવેદનશીલ કેન્દ્રશાસિત પ્રદેશમાં ત્રણ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. વિધાનસભા ચૂંટણીના પરિણામો 4 ઓક્ટોબરે આવશે. પ્રથમ તબક્કામાં 24 બેઠકો પર, બીજા તબક્કામાં 26 બેઠકો અને ત્રીજા તબક્કામાં 40 બેઠકો પર મતદાન થવાનું છે.

આ પણ વાંચો : કોલકત્તા કાંડને લઈને IMAની આજે 24 કલાકની હડતાળ , દેશમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં OPD અને વોર્ડ સર્વિસ રહેશે બંધ

Read More

Trending Video