Assembly Election : ચૂંટણી પંચે જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની કરી જાહેરાત, જમ્મુ કાશ્મીરમાં 370 હટ્યા બાદ પહેલી વખત ચૂંટણી

August 16, 2024

Assembly Election : ચૂંટણી પંચ આજે વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. અને મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર આગામી ચૂંટણી વિશે માહિતી આપી છે. તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. પંચે તાજેતરમાં જમ્મુ અને કાશ્મીર અને હરિયાણાની મુલાકાત લીધી હતી. અને ચૂંટણી સંબંધિત તૈયારીઓની સમીક્ષા કરી હતી. ચૂંટણી પંચ 30 સપ્ટેમ્બર પહેલા જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી કરાવવાની પણ યોજના ધરાવે છે. આ સમય મર્યાદા સુપ્રીમ કોર્ટે નક્કી કરી છે. આ અવસર પર રાજીવ કુમારે કહ્યું, ‘લોકસભા ચૂંટણી 2024 વિશ્વ સ્તરે સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા હતી અને મતદાન શાંતિપૂર્ણ રીતે થયું હતું. અમારા અધિકારીઓ જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓનું નિરીક્ષણ કરવા ગયા હતા અને સામાન્ય જનતા અને રાજકીય લોકોમાં ચૂંટણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની 90 બેઠકો

કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં પહેલીવાર વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ પહેલા વર્ષ 2014માં જમ્મુ-કાશ્મીરમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. સીમાંકન બાદ વિધાનસભા બેઠકોનું ચિત્ર બદલાયું છે. મે 2022માં જમ્મુ અને કાશ્મીરમાં સીમાંકન બાદ હવે વિધાનસભા સીટોની સંખ્યા વધીને 90 થઈ ગઈ છે. જમ્મુમાં 43 અને કાશ્મીર ખીણમાં 47 વિધાનસભા બેઠકો છે. અગાઉ 2014માં 87 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે કાશ્મીરની 3 લોકસભા સીટો પર 2019માં 19.19% મતદાન થયું હતું, જે 2024માં 51.09% થશે. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં કુલ 90 બેઠકો છે જેના માટે 87.09 લાખ મતદારો તેમના પ્રતિનિધિઓને ચૂંટશે. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં કુલ 11838 મતદાન મથકો હશે અને દરેક બૂથ પર સરેરાશ 735 મતદારો હશે.

હરિયાણામાં પણ કુલ 90 વિધાનસભા સીટો

હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખો પણ આજે જાહેર કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ રાજ્યમાં કુલ 90 વિધાનસભા બેઠકો છે જેના માટે જનતા તેમના પ્રતિનિધિઓને પસંદ કરશે. છેલ્લી ચૂંટણીઓમાં ભાજપ બહુમતીથી માત્ર ઓછું પડી ગયું હતું અને જેજેપી સાથે સરકાર બનાવી હતી. થોડા મહિના પહેલા હરિયાણામાં નેતૃત્વ પરિવર્તન થયું અને મનોહર લાલ ખટ્ટરની જગ્યાએ નાયબ સિંહ સૈની સીએમ બન્યા. હરિયાણા પર બોલતા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે હરિયાણામાં કુલ 10 હજાર મતદાતાઓ છે જેમની ઉંમર 100 વર્ષથી વધુ છે. તેમણે કહ્યું કે હરિયાણામાં કુલ મતદારોની સંખ્યા 2 કરોડ એક હજાર છે અને તેમના માટે 20629 મતદાન મથકો બનાવવામાં આવશે.

આ પણ વાંચોRaju Solanki : રાજુ સોલંકીના ભાઈ જવા સોલંકીના ઘરે પોલીસની તપાસ, 116થી વધુ શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા

Read More

Trending Video