Asian Games 2023 : ભારતને ક્રિકેટમાં મળ્યો ગોલ્ડ, પુરી મેચ રમ્યા વગર કેવી રીતે ટીમ વિજેતા બની ?

એશિયન ગેમ્સ 2023માં ભારતે 100 મેડલ જીત્યા છે. જેમાં 25 ગોલ્ડ , 35 સિલ્વર,40 બ્રોન્ઝ નો સમાવેશ થાય છે.

October 7, 2023

ચીનના હાંગઝોઉમાં રમાઈ રહેલી એશિયન ગેમમાં ભારતે ઈતિહાસ રચ્યો છે. એશિયન ગેમમાં ટીમ ઈન્ડિયાએ ગોલ્ડ જીત્યો છે. આ પહેલા મહિલા ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

એશિયન ગેમ્સમાં ભારતે ક્રિકેટમાં જીત્યો ગોલ્ડ

પુરૂષ ભારતીય ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી ફાઇનલ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. ઉચ્ચ રેન્કિંગને કારણે ભારતને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. ભારતીય ટીમે પોતાના નામે વધુ એક ગોલ્ડ ઉમેર્યો છે. વરસાદના કારણે મેચ અટકાવી પડી હતી અને મેચ પૂર્ણ થઈ શકી નહીં.

પુરી મેચ રમાયા વગર ભારતને મળ્યો ગોલ્ડ

ચીનના હાંગઝોઉના પિંગફેંગ કેમ્પસ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. બેટિંગ કરવા આવેલી અફઘાનિસ્તાનની ટીમે 18.2 ઓવરમાં 5 વિકેટે 112 રન બનાવ્યા હતા.આ પછી વરસાદને કારણે મેચ આગળ વધી શકી નહીં. મહત્વનું છે કે, ઋતુરાજ ગાયકવાડની કપ્તાની હેઠળ રમાઈ રહેલી ટીમ ઈન્ડિયા ટોપ રેકિંગ ટીમ હોવાથી ભારતને ગોલ્ડ મળ્યો હતો. જ્યારે અફગાનિસ્તાનને એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.

ભારતે અત્યાર સુધી આટલા મેડલ પ્રાપ્ત કર્યા

ઉલ્લેખનીય છે કે, એશિયન ગેમ્સ 2023માં ભારતે 100 મેડલ જીત્યા છે. જેમાં 25 ગોલ્ડ , 35 સિલ્વર,40 બ્રોન્ઝ નો સમાવેશ થાય છે. ભારતે આ એશિયન ગેમ્સમાં 14માં દિવસે આ સફળતા મેળવી છે.

Read More

Trending Video