Asaram Bapu Parole : આસારામને જોધપુર હાઈકોર્ટથી મોટી રાહત, સારવાર માટે 7 દિવસના પેરોલ મંજૂર

August 13, 2024

Asaram Bapu Parole :  યૌન ઉત્પીડન કેસમાં (Sexual harassment case)  જોધપુર સેન્ટ્રલ જેલમાં (Jodhpur Central Jail) આજીવન કેદની સજા કાપી રહેલા આસારામને (Asaram Bapu)  રાજસ્થાન હાઈકોર્ટમાંથી  (Rajasthan High Court ) મોટી રાહત મળી છે. કોર્ટે આસારામની સારવાર માટે 7 દિવસના પેરોલ મંજૂર કરી છે. તે 1 સપ્ટેમ્બર, 2013થી જેલમાં છે અને હવે લગભગ 11 વર્ષ બાદ પેરોલ પર બહાર આવશે. પોલીસ કસ્ટડીમાં આસારામ સારવાર માટે મહારાષ્ટ્ર જશે.

આસારામને જોધપુર હાઈકોર્ટથી મોટી રાહત

રાજસ્થાન હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ પુષ્પેન્દ્ર સિંહ ભાટીની ડિવિઝન બેન્ચે આસારામની વચગાળાની પેરોલ મંજૂર કરી હતી. થોડા દિવસો પહેલા આસારામની તબિયત અચાનક બગડી હતી.તેણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી, ત્યારબાદ જેલ પ્રશાસને તેને જોધપુર એમ્સમાં દાખલ કર્યો. મેડિકલ ચેકઅપ બાદ તેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. તેઓ 10 ઓગસ્ટથી જોધપુર AIIMS માં દાખલ છે. આસારામની નાદુરસ્ત તબિયત અને જોધપુર AIIMSમાં દાખલ થયાના સમાચાર સામે આવતા  જ તેમના સમર્થકોની ભીડ હોસ્પિટલની બહાર એકઠી થઈ ગઈ હતી. આસારામને 2018 માં જોધપુરની વિશેષ પોક્સો કોર્ટે સગીર પર બળાત્કારનો દોષી ઠેરવ્યો હતો અને તેને આજીવન કેદની સજા ફટકારી હતી.

શું છે આસારામનો કેસ

આસારામ 2 સપ્ટેમ્બર 2013થી જેલમાં છે. યુવતીએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે 15 ઓગસ્ટ, 2013ની રાત્રે આસારામે તેને જોધપુર નજીક મનાઈ સ્થિત પોતાના આશ્રમમાં બોલાવી હતી અને તેની સાથે બળાત્કાર કર્યો હતો. પાંચ વર્ષથી વધુ સમય સુધી ચાલેલા ટ્રાયલ બાદ પોક્સો કોર્ટે આસારામને દોષિત ઠેરવ્યા હતા અને તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. ગયા વર્ષે, ગુજરાતની એક અદાલતે આસારામને 2013માં તેમના સુરત આશ્રમમાં એક મહિલા અનુયાયી પર  દુષ્કર્મ કરવા બદલ દોષિત ઠેરવ્યા હતા.

આસારામે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો

આસારામ બાપુએ રાજસ્થાન હાઈકોર્ટમાં તબીબી આધાર પર તેમની સજાને સ્થગિત કરવાની માગણી કરતી અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી. આસારામે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. આ વર્ષે માર્ચમાં સુપ્રીમ કોર્ટે રાજસ્થાન હાઈકોર્ટના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. જો કે, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તે સારવારની પરવાનગી લેવા માટે રાજસ્થાન હાઈકોર્ટનો સંપર્ક કરી શકે છે.

આ પણ વાંચો :  વરસાદની રાહ જોતા ખેડૂતો માટે સારા સમાચાર, પરેશ ગોસ્વામીએ વરસાદને લઈને કરી મોટી આગાહી

Read More

Trending Video