રંજન ભટ્ટે ઉમેદવારી પાછી ખેંચતા બાકીની અન્ય બેઠકોના સમીકરણ બદલાયા, જાણો કઈ બેઠક પર કોના નામની ચર્ચા

March 23, 2024

લોકસભા 2024 ની ચૂંટણીને લઇ ભારે થનગનાટ ચાલી રહ્યો છે. ભાજપે થોડા દિવસે પૂર્વે ગુજરાતની 22 લોકસભા બેઠકો પરના ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. પરંતુ આજે વડોદરા અને બનાસકાંઠા બેઠક પર ભાજપે જાહેર કરેલા ઉમેદવારોએ ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દેતા ગુજરાતમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ બે સીટો પર ઉમેદવારોએ પીછેહટ કરતા હવે કોને મેદાને ઉતારવા તેને લઈને ચર્ચાઓ શરુ થઈ છે. વડોદરા બેઠક પરથી રંજન ભટ્ટે ઉમેદવારી પાછી ખેંચતા બાકીની અન્ય બેઠકોના સમીકરણ બદલાયા છે.

ભાજપના બે ઉમેદવારોએ ચૂંટણી લડવાનો કર્યો ઈન્કાર

ગુજરાતના રાજકારણમાં આજે સવારથી હળકંપ મચી ગયો છે ભાજપે જાહેર કરેલા ઉમેદવારોમાથી કેટલાક ઉમેદવારોને લઈને છેલ્લા કેટલાક દિવસથી કકળાટ ચાલી રહ્યો હતો. પાર્ટીએ પસંદ કરેલા ઉમેદવારોને લઈને અન્ય હોદ્દેદારો અને કાર્યકર્તાઓમાં નારાજગી વ્યાપી હતી. ત્યારે આજે સવારે અચાનક જ રંજન બેન ભટ્ટે ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો હતો. જે બાદ સાબરકાંથી ભાજપના ઉમેદવાર ભીખાજી ઠોકોરએ પણ ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. આ બંન્ને એવા ઉમેદવારોને લઈને પાર્ટીના અંદરના જ કાર્યકરોમાં નારાજગી હતી જેની નોંધ ભાજપ હાઇકમાન્ડે લીધી છે અને રાતોરાત જ ઉમેદવોરોને ઉમેદવારો પાછી ખેંચવાનો આર્ડર આપી દીધો હોય એમ એક પછી એક એમ બંન્ને ઉમેદવારોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી અંગત કારણોસર ચૂંટણી લડવાની અનઈચ્છા દર્શાવી હતી. આમ બંન્ને સીટો પર ઉમેવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચતા હવે આ બેઠક પર પાર્ટી નવા ઉમેદવારોની પસંદગી કરશે.

કઈ બેઠક પર કોની થશે પસંદગી

સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ સાબરકાંઠા અને વડોદરામાં ભાજપ પુરુષ ઉમેદવારને મેદાનમાં ઉતારશે તેમજ જૂનાગઢ બેઠક પર મહિલા ઉમેદવાર ઉતારશે. આ સાથે હવે ઉમેદવાર જાહેર કરાયેલી અન્ય બેઠકો પર કોઈ નવા જૂની નહીં થાય.

જ્યોતિબેન પંડ્યા અને કેતન ઇનામદારનું પ્રેશર કામ કરી ગયું !

મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા જ સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધું હતું. જો કે તેમને પાર્ટી દ્વારા થોડા સમયમાં જ મનાવી લેવામા આવ્યા હતા, કહેવામા આવી રહ્યુંમ હતુ કે વડોદરા બેઠક પર કેતન ઈનામદારે પણ દાવેદારી નોંધાવી હતી. ત્યારે તેમણે વડોદરા બેઠક પર ઉમેદવાર બદલાય તેના માટે પાર્ટી પર પ્રેશર લાવવા માટે આમ કર્યું હોવાનું કહેવામા આવી રહ્યું હતું.  તેમજ વડોદરાના પર્વ મેયરે જ્યોતિ પંડ્યાએ પણ રંજન બેન ભટ્ટનો વિરોધ કર્યો હતો અને તેમની પર ભષ્ટાતારના આરોપ લગાવ્યા હતા ત્યારે રંજનબેને ઉમેદવારી પાછી ખેંચી એની પાછળ જ્યોતિબેન પંડ્યા અને કેતન ઇનામદારનું પ્રેશર કામ કરી ગયાનું પણ કહેવાય રહ્યું છે.

કેતન ઇનામદાર દિલ્હી જવા રવાના

ત્યારે હવે જાણવા મળી રહ્યું છે કે,  કેતન ઇનામદાર દિલ્હી જવા રવાના થયા છે. જેથી વડોદરા સીટ પર નવા-જૂની થઈ શકે છે.  વડોદરા સીટ પર ભાજપ કેતન ઈનામદારને મેદાને ઉતારે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.

ગાર્ગીબેન દવેનું નામ ચર્ચામાં

બીજી તરફ હાલ વડોદરા લોકસભા બેઠક પર ગાર્ગીબેન દવેનું નામ ચર્ચામાં છે.ગાર્ગીબેન દવે આહિર સમાજનો મોટો ચહેરો અને પૂર્વ મેયર છે.  તેઓ વર્ષોથી પાર્ટી મા સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.

સાબરકાંઠા બેઠક પર આ નામોની ચર્ચા

સાબરકાંઠાની લોકસભા બેઠક પર ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની ના પાડતા અહીં 3 નામોની ચર્ચા થઈ રહી છે. જેમાં કૌશલ્યા કુંવરબા, હેન્દ્રસિંહ બારૈયા, અશ્વિન પટેલનું નામ સામેલ છે.

આ પણ વાંચો : AAP નેતાઓ ડરાવી-ધમકાવી નાણાંની ઉઘરાણી કરે છે: મનસુખ વસાવા

Read More

Trending Video