Arvind Kejriwal will resign : અરવિંદ કેજરીવાલના રાજીનામા બાદ દિલ્હીના મુખ્યમંત્રી કોણ બનશે? આ નામ ચર્ચામાં

September 15, 2024

Arvind Kejriwal will resign : જામીન પર જેલમાંથી બહાર આવ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે તેઓ બે દિવસ પછી પદ પરથી રાજીનામું આપવા જઈ રહ્યા છે અને જનતાના નિર્ણય બાદ તેઓ ફરીથી મુખ્યમંત્રીની ખુરશી પર બેસી જશે.

કેજરીવાલે કરી રાજીનામાની જાહેરાત

અરવિંદ કેજરીવાલે કહ્યું, હું દિલ્હી અને દેશની જનતાને પૂછવા માંગુ છું કે શું કેજરીવાલ ઈમાનદાર છે. આજથી બે દિવસ પછી હું મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવા જઈ રહ્યો છું. જ્યાં સુધી જનતા ચુકાદો નહીં આપે ત્યાં સુધી હું મુખ્યમંત્રીની ખુરશી પર બેસીશ નહીં. હું જનતાની વચ્ચે જઈશ. હું દરેક શેરી અને દરેક ઘરમાં જઈશ.તેમણે કહ્યું કે, આજથી થોડા મહિના પછી દિલ્હીમાં ચૂંટણી છે. હું જનતાને અપીલ કરું છું કે જો તમને લાગે કે કેજરીવાલ ઈમાનદાર છે તો મને સમર્થન આપો. જો તમને લાગે કે કેજરીવાલ ગુનેગાર છે તો મને વોટ ન આપો. હું ચૂંટણી પછી જ મુખ્યમંત્રીની ખુરશી પર બેસીશ.

કેજરીવાલે ચૂંટણી પંચ પાસે કરી માંગ

ભાજપે અરવિંદ કેજરીવાલના રાજીનામાને પીઆર સ્ટંટ ગણાવ્યું છે. તે જ સમયે, અરવિંદ કેજરીવાલે સ્પષ્ટ કર્યું છે કે તેમની જગ્યાએ આમ આદમી પાર્ટીમાંથી કોઈ મુખ્યમંત્રી બનશે. તેમણે ચૂંટણી પંચ પાસે માંગ કરી છે કે દિલ્હીમાં નવેમ્બરમાં જ ચૂંટણી કરાવવામાં આવે. તમને જણાવી દઈએ કે આ પહેલા ફેબ્રુઆરી 2020માં કરવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં દિલ્હીમાં છ મહિના પછી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

ભાજપે કેજરીવાલના નિર્ણય પર કર્યા પ્રહાર

બીજેપી અરવિંદ કેજરીવાલના આ નિર્ણય પર પ્રહાર કરી રહી છે. બીજેપીનું કહેવું છે કે કેજરીવાલને જામીન ચોક્કસ મળી ગયા છે પરંતુ તેઓ ન તો ખુરશી પર બેસી શકે છે અને ન તો ફાઈલો પર સહી કરી શકે છે. આવી સ્થિતિમાં તેમની પાસે રાજીનામું આપવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. દરમિયાન આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ સાબિત કરશે કે તેઓ નિર્દોષ છે.

મનીષ સિસોદિયા પણ સીએમ નહીં બને

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સ્પષ્ટતા કરી છે કે દિલ્હી વિધાનસભા ભંગ કરવામાં આવશે નહીં. આવી સ્થિતિમાં આમ આદમી પાર્ટીની ધારાસભ્ય દળની બેઠકમાં નવા સીએમની પસંદગી કરવામાં આવશે. ચૂંટણી સુધી નાયબ મુખ્યપ્રધાન રહી ચૂકેલા મનીષ સિસોદિયાએ પણ કહ્યું છે કે મહારાષ્ટ્ર અને ઝારખંડની સાથે દિલ્હીમાં પણ ચૂંટણી થવી જોઈએ. ભાજપનું કહેવું છે કે તે પોતાની પત્નીને મુખ્યમંત્રી બનાવવા માંગે છે.

હાલ મુખ્યમંત્રી પદ માટે આ નામો ચર્ચામાં

કેજરીવાલની આ જાહેરાત પછી દિલ્હીમાં કોણ મુખ્યમંત્રી બનશે તેને લઈને રાજકીય અટકળોનું બજાર તેજ થઈ ગયું છે. હાલ જે નામો ચર્ચામાં છે તેમાં આતિશીનું નામ સૌથી આગળ છે. આ સિવાય સૌરભ ભારદ્વાજ અને કૈલાશ ગેહલોતનું નામ પણ ચર્ચામાં છે.દિલ્હીના શિક્ષણ મંત્રી આતિશીને દિલ્હીના મુખ્યમંત્રી પદના સૌથી મોટા દાવેદાર તરીકે જોવામાં આવી રહ્યા છે. કારણ કે,આતિશીની ગણતરી સીએમ કેજરીવાલના સૌથી વિશ્વાસુ નેતાઓમાં થાય છે. કેજરીવાલ તેમના પર ઘણો વિશ્વાસ કરે છે.આતિશી ઉપરાંત સૌરભ ભારદ્વાજ પણ સીએમ પદની રેસમાં સૌથી આગળ છે. તેઓ લાંબા સમયથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે. દિલ્હી વિધાનસભામાં ગ્રેટર કૈલાશ બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે અને દિલ્હી સરકારમાં આરોગ્ય, શહેરી વિકાસ અને પર્યટન મંત્રી છે.

આ પણ વાંચો :  PM Modi ભુજથી અમદાવાદ સુધીની દેશની પહેલી વંદે મેટ્રો ટ્રેનનો પ્રારંભ કરાવશે, જાણો તેની ખાસિયત

Read More

Trending Video