Sanjay Singh On Arvind Kejriwal : દિલ્હીના (Delhi) પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) ગઈ કાલે રાજીનામુ આપી દીધું છે. જેથી તેમને હવે સીએમને આપવામાં આવેલી ઘર કાર સહિતની સુવિધાઓ છોડવી પડશે ત્યારે આ મામલે આજે AAP સાંસદ સંજય સિંહે (AAP MP Sanjay Singh) પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને જણાવ્યું હતુ કે, અરવિંદ કેજરીવાલ ઘર અને કાર સહિત તમામ સરકારી સુવિધાઓ છોડી દેશે. કેજરીવાલ એક અઠવાડિયામાં ઘર ખાલી કરશે. આ દરમિયાન સંજયે એમ પણ કહ્યું કે કેજરીવાલની સુરક્ષા ખતરામાં છે. કેજરીવાલ પર ઘણા હુમલા થયા છે, તેથી દિલ્હીના લોકો કેજરીવાલની સુરક્ષાને લઈને ચિંતિત છે.
કેજરીવાલના રાજીનામા પર સંજયસિંહનું નિવેદન
સંજય સિંહે કહ્યું કે અરવિંદ કેજરીવાલે ગઈ કાલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું, જેના કારણે દિલ્હીના લોકો નારાજ છે. એક પ્રામાણિક મુખ્યમંત્રીએ રાજીનામું આપ્યું તેનાથી નારાજ. ભાજપ 2 વર્ષથી સતત તેમને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેની પ્રામાણિકતા પર સવાલ ઉઠાવ્યા હતા. જો અન્ય કોઈ નેતા હોત તો તેઓ તેમના પદ પર વળગી રહ્યા હોત પરંતુ અરવિંદ કેજરીવાલે નક્કી કર્યું કે તેઓ જનતાની અદાલતમાં જશે અને તેમની પાસેથી પ્રમાણિકતાનું પ્રમાણપત્ર લાવશે.
#WATCH | AAP MP Sanjay Singh says “I have full faith that the people of Delhi will give Arvind Kejriwal a certificate of honesty with a huge majority. He has served the people of Delhi with complete honesty and sincerity. The Chief Minister gets many facilities. Arvind Kejriwal… pic.twitter.com/aFPuYr0Z0C
— ANI (@ANI) September 18, 2024
કેજરીવાલ સામાન્ય માણસની જેમ જીવશેઃ સંજય સિંહ
સંજયસિંહે કહ્યું કે સીએમ તરીકે વ્યક્તિને અનેક સુવિધાઓ મળે છે. અરવિંદ કેજરીવાલને પણ તે સુવિધાઓ મળી હતી. પરંતુ રાજીનામું આપ્યા બાદ તેમણે કહ્યું કે તેઓ બધું છોડી દેશે. અરવિંદ કેજરીવાલ અઠવાડિયામાં મુખ્યમંત્રી નિવાસસ્થાન છોડશે પરંતુ તેમની સુરક્ષાને લઈને પણ એક પ્રશ્ન છે, અમે સમજાવવાનો પ્રયાસ કર્યો કે આ ઘર માત્ર એક સીએમ તરીકે જ નહીં પરંતુ તમારી સુરક્ષા માટે પણ મહત્વપૂર્ણ છે. પણ તે માન્યા નહીં તેથી હવે તે સામાન્ય માણસની જેમ જીવશે.
પૂર્વ સીએમને દિલ્હીમાં ન તો મકાન મળે છે ન કાર
આપને જણાવી દઈએ કે રાજીનામું આપ્યા બાદ સીએમને ઉપલબ્ધ કોઈ સુવિધા મળી શકશે નહીં. પૂર્વ સીએમને દિલ્હીમાં ન તો મકાન મળે છે કે ન કાર. સીએમ પદેથી રાજીનામું આપ્યા બાદ કેજરીવાલ માત્ર ધારાસભ્ય જ રહેશે અને દિલ્હીમાં પણ ધારાસભ્યોને ન તો ઘર મળે છે કે ન કાર, માત્ર પગાર મળે છે.